Vadodara: વડોદરા મહાનગર પાલિકામાં (VMC) આવે વૉટર વર્કસ કમિટીની (Water Works Committee) બેઠક (meeting) મળી હતી. જેમા શહેરમાં પાણીના (water) પ્રશ્નને લઇ ચર્ચાઓ કરવમાં આવી હતી.કેટલાક વિસ્તારોમાં પાણી નથી મળતું તો ક્યાંક મળે છે તો અસહ્ય ગંદુ આવે છે. આ બાબતને લઇ વિસ્તૃત ચર્ચા કરાવામાં આવી હતી. પાણીની સમસ્યા અંગે પૂછેલા સવાલનો અંગે ગોળગોળ જવાબ આપી વાતને નકારી હતી.
અધ્યક્ષને ખબર જ નથી ક્યાં પાણીની સમસ્યા છે
શહેરનાં નાગરિકોને યોગ્ય પ્રમાણમાં પાણી મળી રહે અને ચોખ્ખું મળે તેના માટે લાખો રૂપિયા કૉર્પોરેશન ખર્ચ કરતું હોઈ છે. ત્યારે પ્રજાના નાણાંનો સદ ઉપયોગ કરવો પાલિકાનાં પદાધિકારીઓ અને અધિકારીઓની જવાબદારી છે. ત્યારે શહેરમાં પાણીની સમસ્યાને લઇ વોટર વર્કસ સમિતિમાં વિવિધ ચર્ચાઓ કરવામાં આવતી હોય છે. ત્યારે આ સમિતિના અધ્યક્ષને જ યોગ્ય માહિતી ન હોય તો પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે આવશે? કેટલા સેમ્પલો લીધા અને ક્યાં સમસ્યા છે તે બાબતની જ ખબર નથી, ત્યારે પ્રજાના પ્રશ્નો નિરાકરણ ક્યારે આવશે તે સૌથી મોટો સવાલ છે.
પુરતા પ્રમાણમાં પાણી ન મળતા શહેરીજનોને હાલાકી
હાલમાં શહેરનાં પૂર્વ વિસ્તાર સહીત અનેક જ્ગ્યાએ પુરતા પ્રમાણમાં પાણી મળી રહ્યું નથી, તો કેટલીક જગ્યાએ પાણી મળે છે પરંતુ ખૂબ જ દુષિત હોવાનું અનેક વાર રજૂઆતો કોર્પોરેશનમાં પ્રજાજનો કરતા હોય છે. ત્યારે વોટર વકર્સ સમિતિ દ્વારા યોગ્ય પગલા લેવાય છે કે કેમ અને શહેરની પ્રજાને યોગ્ય સમયે અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવું આયોજન થાય તેવું પ્રજાજનો ઈચ્છી રહ્યા છે.
વૉટર વર્ક્સ કમિટીની બેઠકમાં અધ્યક્ષે આપ્યો ગોળગોળ જવાબ
વૉટર વર્ક્સ કમિટીની બેઠકમાં અધ્યક્ષ મહાવીરસિંહ પુરોહિતે જણાવ્યુ હતું કે, ચોખ્ખું પાણી આપવુંએ વડોદરા સંસ્કારની નગરી માટેની જવાબદારી અમારી છે, સાથે જ તેઓને નમુના ફેલ અંગે પૂછતા તેઓએ જવાબને ફંગોળી કહ્યું કે તમારા ધ્યાનમાં આવે તો કહેજો તેવુ કહી સવાલને ટાળ્યો હતો અને આ બાબતે મને ખબર નથી તેવો જવાબ આપ્યો હતો. સાથે શહેરમાં વોર્ડ નંબર 13માં પાણીની સમસ્યાને લઇ પૂછતા તેઓએ કહ્યું કે, આ બાબતે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે અને વહેલી તકે નિકાલ થાય તેવો પ્રયાસ કરીશું.
આ પણ વાંચો : Chhotaudepur : આદિવાસી માસૂમ વિધાર્થીઓ પાસે કરાવવામાં આવતું આ કામ કેટલું યોગ્ય ?