Vadodara : વડોદરામાં રસ્તાઓની સમસ્યાઓથી ત્રસ્ત ભાજપ કાર્યકર આકાશ પટેલની નવી ઝુંબેશ, કહ્યું, “પાલિકા લુખ્ખી છે, માત્ર ભ્રષ્ટાચાર જ થાય છે”

September 28, 2024

Vadodara : વડોદરામાં આમ તો છેલ્લે વરસાદ આવ્યો ત્યારબાદ એક બાદ એક નવી સમસ્યાઓ સામે આવતી રહે છે. વડોદરા (Vadodara)માં પૂર આવ્યું અને જે જનતાએ એ સમયે સમસ્યાઓ ભોગવી તેના કારણે હવે આક્રોશ ચરમસીમાએ છે. જે બાદ એક બાદ એક કોઈને કોઈ ભાજપ અને વડોદરા તંત્ર (VMC)નો વિરોધ કરી રહ્યા છે. કોઈ રોડ રસ્તાઓને લઈને તો કોઈ ભાજપના ભ્રષ્ટાચાર (Corruption)ની તો કોઈ તંત્રના ભ્ર્ષ્ટાચારની પોલ છતી કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા વડોદરા ભાજપના જ એક કાર્યકરનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં તેણે ભાજપ (BJP)ને પાઠ ભણાવવાની વાત કરી હતી. જે બાદ ફરી એકવાર એક તે કાર્યકર ચર્ચાનો વિષય બન્યો છે. અને વડોદરા તંત્રના પાપની પોલ ખોલી રહ્યો છે.

ફરી એકવાર ભાજપના કાર્યકર આકાશ પટેલ આવ્યા મેદાને

ભાજપના કાર્યકર આકાશ પટેલ (Akash Patel) દ્વારા ભાજપનો ખેસ પહેરીને લોકો પાસેથી રોડ માટેનો ફાળો ઉઘરાવવામાંં આવી રહ્યો છે. જેમાં પ્રથમ દિવસે લોકોએ મળીને 251 રૂપિયા આપ્યા હતા. આખો મહિનો આ રીતે તેઓ લોકફાળો ઉઘરાવશે તેવું તેણે જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે હરણી મોટનાથ મહાદેવ આગળ ના વિસ્તારોમાં રોડ-રસ્તા તથા અન્ય સમસ્યાઓથી લોકો ત્રસ્ત છે. ત્યારે તેમની અનેક રજુઆતો છતાં રોડ-રસ્તાની સમસ્યાનો કોઇ હલ નહી આવતા આખરે અનોખી રીતે વિરોધ કરવો પડ્યો છે. ભાજપના કાર્યકર આકાશ પટેલે ભાજપનો ખેસ પહેરીને રોડ બનાવવા માટેનો લોકફાળો એકત્ર કરવાની ઝુંબેશ શરૂ કરી છે.

Vadodara

આ મામલે આકાશ પટેલે શું કહ્યું ?

અમારા વિસ્તારમાં રહેણાંક મકાનો, હોસ્પિટલ અને શાળાઓ આવેલી છે. અમારા માથે આટલા ખરાબ રસ્તા મારવામાં આવ્યા છે. જેની પીડી અમે રોજ અવર-જવર સમયે અનુભવી રહ્યા છીએ. અમારી જ પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટરો કોઇ કામ નથી કરતા, જેથી આખરે મારે લોકોનો અવાજ બનીને રસ્તા પર ઉતરવું પડ્યું છે. અમારી જ પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધીઓએ કોઇ વિકલ્પ બાકી ના રાખતા, આખરે અમારે આ રીતે નાછુટકે વિરોધ કરવા આવવું પડ્યું છે. હજી પણ તંત્ર નહી સુધરે તો આવનાર દિવસોમાં અનોખી રીતે વિરોધ ચાલુ જ રાખવામાં આવશે. મને રાજનિતીમાં નહી પણ લોકોની સમસ્યાના ઉકેલમાં રસ છે.

આ પણ વાંચોHezbollah Chief Dead : હિઝબુલ્લાના ચીફ હસન નસરલ્લાહ ઇઝરાયેલી હવાઈ હુમલામાં માર્યા ગયા, IDF એ કર્યો દાવો

Read More

Trending Video