Vadodara Navratri : વડોદરામાં યુનાઇટેડ વેના ગરબામાં ખેલૈયાઓ થયા નિરાશ, “મસમોટી રકમ વસૂલવા છતાં સુવિધાઓના નામે મીંડું”

October 4, 2024

Vadodara Navratri : ગુજરાતમાં અત્યારે નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. નવરાત્રી (Navratri)માં લોકો માતાજીની શ્રદ્ધા અને ભાવપૂર્વક ભક્તિ કરતા હોય છે. નવરાત્રીમાં લોકો આનંદપૂર્વક ગરબાની ઉજવણી કરતા હોય છે. ત્યારે ગુજરાતના યુવાનોમાં નવરાત્રિને લઈને એક અલગ જ ઉત્સાહ જોવા મળતો હોય છે. અને યુવાનો ગરબા રમવા માટે થનગની રહ્યા હોય છે. ત્યારે યુવાનો મોડે સુધી ગરબા રમીને નવરાત્રીની ઉજવણી કરતા હોય છે. ગરબા આયોજકો ગરબાનું ભવ્ય આયોજન કરે છે. ગરબા આયાજકો માટે ગરબા હવે ભક્તિ કરતા પૈસા કમાવાનું સાધન વધારે લાગે છે. ત્યારે ગરબા આયાજકો લોકો પાસે પૈસા તો ભરપૂર લે પણ સુવિધા પુરી પાડતા નથી. ત્યારે વડોદરા (Vadodara Navratri)ના સૌથી પ્રખ્યાત ગરબા યુનાઇટેડ વે ઓફ બરોડા (United Way Of Baroda)માં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગરબા આયોજકની બેદરકારીને લીધે ખેલૈયા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

વડોદરામાં યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા સૌથી વધુ પ્રખ્યાત છે. યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબામાં પહેલા દિવસે 34 હજાર ખેલૈયાઓએ ગરબા રમ્યા હતા. પણ આયાજકોએ ખેલૈયાઓને પૂરતી સુવિધા આપી નહોતી. ખેલૈયાઓને ગાડી પાર્કિંગ માટે જગ્યા આપવામાં આવી નહોતી. અને લોકોને ગ્રાઉન્ડ સુધી પહોંચવામાં કાદવ કીચડમાંથી પસાર થવું પડ્યું હતું. ખેલૈયાઓ ગરબા રમવા ગ્રાઉન્ડ પર પહોંચ્યા ત્યાં પણ કાદવ અને કીચડ હતો. ખેલેયાઓએ કહ્યું કે ”ગ્રાઉન્ડમાં એટલો બધો કાદવ કીચડ છે કે ત્યાં ચાલી નથી શકાતું તો ગરબા રમવા તો દૂરની વાત છે.” અને કીચડમાં તેમના કપડાં પણ ખરાબ થઇ ગયા. પૂરતી સુવિધા ન હોવાથી ખેલૈયાઓમાં આયોજકો સામે રોષની લાગણી જોવા મળી હતી.

ગરબા આયોજકો ખેલૈયાઓ પાસે મસમોટી રકમ તો વસુલે છે, પણ ગરબા આયોજકો સુવિધા આપવાના નામે માત્ર મોટી મોટી વાતો જ છે. ગરબા આયોજકો પૈસા કમાવાની હોડમાં ગ્રાઉન્ડમાં ક્ષમતા કરતા વધુ લોકોને પ્રવેશ આપી દે છે. ગ્રાઉન્ડમાં એટલી બધી ભીડ થઇ જાય કે ત્યાં ઉભા રેહવાની જગ્યા ન હોય ત્યાં ગરબા કેવી રીતે રમી શકાય? ત્યારે જોવાનું રહ્યું કે કાલની ઘટનાથી શીખ લઈને ગરબા આયાજકો ખેલૈયાઓને પૂરતી સુવિધા આપશે કે નહિ ?

આ પણ વાંચોSJaishankar : ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર જશે પાકિસ્તાન, જાણો કેમ જઈ રહ્યો છે પાડોશી દેશ

Read More

Trending Video