Vadodara: છેલ્લા 5 દિવસથી સતત પડી રહેલા વરસાદને (Rain) કારણે ગુજરાતની (Gujarat) હાલત કફોડી બની છે. ઘણી જગ્યાએ પાણી ભરાયા છે અને ત્યાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.ગુજરાતમાં સૌથી વધુ ખરાબ હાલત વડોદરામાં (Vadodara) થઈ છે. વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના (Vishwamitri River) પાણીએ તારાજી સર્જી છે. વડોદરામાં પુર જેવી સ્થિતિ સર્જાતા લોકોની હાલત કફોડી બની છે. ત્યારે સત્તાધીશોને જાણે પોતાના વિસ્તારના લોકોની ચિંતા ન હોય તેમ પાણી ઓસરી ગયા પછી મુલાકાત લઈ રહ્યા છે. જ્યારે જરુર હોય ત્યારે સત્તાધીશો મદદે આવતા ન હોવાથી લોકોમાં ભારે રોષ છે. અગાઉ જ્યારે વડોદરાના મેયર પિન્કીબેન સોની અને કોર્પોરેટર રાખીબેન શાહ તેમના મત વિસ્તારમાં દૂધ વિતરણ કરવા પહોંચતા લોકોએ તેમનો બહિષ્કાર કર્યો હતો તેમને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો.ત્યારે આજે ધારાસભ્ય મનીષા વકીલને પણ લોકોના રોષનો સામનો કરવો પડ્યો છે.
લોકોએ ધારાસભ્ય મનીષા વકીલનો કર્યો ઘેરાવો
હાલ આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવતા વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં ઘટાડો નોંધાયો છે ત્યારે લોકોના ઘરમાં ભરાયેલા પાણી હવે ઓસરી રહ્યા છે.ત્યારે મોડે મોડે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા સત્તાધીશોનો પ્રજા દ્વારા બહિષ્કાર કરવામા આવી રહ્યો છે. ત્યારે આજે જ્યારે ધારાસભ્ય મનીષા વકીલ હરણી મોટનાથ વિસ્તારમાં અસરગ્રસ્તોને મળવા પહોંચ્યા હતા ત્યારે લોકોએ તેમને ઘેરી લીધા હતા અને હવે કેમ આવ્યા તે અંગે સવાલ કર્યા હતા.
સ્થાનિકોનો તંત્ર પર આરોપ
સ્થાનિકે કહ્યું કે,સરકારી જમીન પર મોટા મોટા એપાર્ટમેન્ટ બને છે તે ધારાસભ્યને ખબર નથી ? વગર પરમિશને સ્કુલો બાંધી દીધી હતી. કેટલો ભ્રષ્ટાચાર ચાલે છે ભૂપેન્દ્રભાઈ ચેતો તમે નહીં તો આ તમને જીવવા નહીં દે, અત્યાર સુધી એમે મોદીના નામે તમને વોટ આપ્યા છે હવે તેમને મોદીના નામે વોટ નહીં મળે. ધારાસભ્યને તો કોઈ ઓળખતુ પણ નથી કે, કંઈના ધારાસભ્ય છે. કોણ કોર્પોરેટર છે.
સ્થાનિકોમાં કેમ છે આટલો રોષ ?
વધુ એક સ્થાનિકે કહ્યું કે, જ્યારે 2019 માં પુર આવ્ય હતુ ત્યારે 12 ઈંચ વરસાદ પડ્યો હતો. ત્યારે અમારા પાર્કિંગમાં ફક્ત 1 ફૂટ પાણી આવ્યું હતું. આ વર્ષે એટલા જ વરસાદમાં અમારા પાર્કિંગમાં 4 ફૂટ પાણી આવ્યું છે. તેના કારણ અંગે કોર્પોરેશન મનોમંથન કરે કેમકે આડેધડ બિલ્ટિંગોને પરમિશન આપી દે છે. તેથી જ્યા જ્યા પાણી જવાનો રસ્તો હતો તે બ્લોક થઈ ગયો છે એટલા માટે નદીનું પાણી સીધુ આ રોડ પર આવે છે. એટલા માટે નદીમાંથી પાણી જે બાજુ ડાયવર્ટ થાય છે તે બાજુ દિવાલ બનાવે. અથવા મોટો પાળો નાખે તો આવી પરિસ્થિતિ ના થાય. અને આવી પરિસ્થિતિ થાય છે અને જ્યારે ફોન કરીએ ત્યારે કોર્પોરેશન કે સરકારના માણસો ફોન પણ ઉપાડતા નથી. કે કોઈ ધ્યાન પણ આપતા નથી કે પબ્લીકની શું હાલત થાય છે. અહીની પરિસ્થતિથી વાકેફ હોવા છતા કોઈ અહીં આવ્યા નથી.
લોકોના રોષ પર મનીષા વકીલે શું કહયું ?
આ મામલે મનીષા વકીલ કહી રહ્યા હતી કે, અમે મુલાકાત લેવા માટે આવ્યા હતા ત્યારે સ્થાનિકો તેમની આ વાતને નકારી કાઢે છે. મનીષા વકીલને કહ્યુ કે, અહીં પાણી ભરાઈ ગયું હોવાથી હુ અહીં સુધી પહોંચી શકી ન હતુ તેમનો ગુસ્સો પણ વાજબી છે. આજે સફાઈની કામગીરી કરવામા આવી રહી છે. લોકોએ કહ્યું કે, જો તમે અન્ય જગ્યાએ ફુડ પેકેટ વિતરણ કરવા આવ્યા હતા તો અહીં કેમ ન આવ્યા ? આમ લોકોએ મનીષા વકીલને ભગાડ્યા હતા.
રાજ્યસભાના દંડક બાળુ શુક્લાનો થયો પ્રચંડ વિરોધ
ધારાસભ્ય મનીષા વકીલ બાદ રાજ્યસભાના દંડક બાળુ શુક્લાનો સમા વિસ્તારમાં પ્રચંડ વિરોધ થયો હતો. આજે જ્યારે પાણી ઓસર્યા બાદ સમા વિસ્તારમાં આવેલ અજીતાનગર સોસાયટીમાં અસરગ્રસ્તોને વિધાનસભા દંડક બાળુ શુક્લામળવા ગયા હતા તેમની સાથે શહેર પ્રમુખ વિજય શાહ પણ હાજર હતા ત્યારે તેમને જોતા જ સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. સ્થાનિક રહીશોનો રોષ પારખી જતા વિધાનસભા દંડક બાળુ અને શુક્લા અને શહેર પ્રમુખ વિજય શાહે ચાલતી પકડી હતી. ત્યારે વોડદરાની જનતા પાણી ઓસર્યા બાદ મળવા આવતા સત્તાધીશોને રોકડુ પરખાવી રહ્યા છે. લોકોનો રોષ હવે ફૂટીને બાર આવી રહ્યો છે. જ્યારે પ્રજાને જરુર હોય ત્યારે કોઈ મદદ માટે આવતુ નથી અને પછીથી દેખાડો કરવા આવે છે ત્યારે જનતા પણ તેમનો બહિષ્કાર કરીને તેમને જાકારો આપી રહી છે.
આ પણ વાંચો : Passport Service Closed: દેશભરમાં 5 દિવસ માટે પાસપોર્ટ સેવા બંધ, અગાઉની એપોઇન્ટમેન્ટ પણ થશે રિશેડ્યૂલ, જાણો કારણ