Vadodara :વડોદરામાં (Vadodara) પૂરના કારણે શહેરમાં ભારે તારાજી સર્જાઇ છે. લોકો બેધર બન્યા છે તો કેટલાક લોકોની ઘરવકરીનો સામાન પણ બચ્યો નથી. ત્યારે સરકાર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારમાં સહાયની જાહેરાત કરવામા આવી છે. બીજી તરફ વડોદરાની જનતામાં ભ્રષ્ટ તંત્ર સામે જે રોષ છે. તેને અત્યારે સરકારને ચિંતામા મુકી દીધી છે. ત્યારે વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે નેતાઓને વડોદરાની જનતાની યાદ આવી છે. તેથી એક બાદ એક નેતાઓ હવે વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ વડોદરામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ( Harsh Sanghavi) મેરેથોન બેઠક શરુ કરી છે.
હર્ષ સંઘવીએ ચાર ઝોનને લઈને રાતભર બેઠકમાં કરી ચર્ચા
ગત રાત્રે હર્ષ સંઘવી ફરી એક વાર વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા. હર્ષ સંઘવી વડોદરા ખાતે આવ્યા અને મોડી રાતથી લઈને વહેલી સવાર સુધી ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ એવા ચારેવ ઝોનમાં પાલિકાના સત્તાધીશો સાથે બેઠકો યોગી હતી અને વડોદરાને કેટલું જલ્દી ઊભું કરી શકાય તે અંગે પણ ચર્ચા વિચારણા કરી હતી. આ બેઠકમાં ચારેય ઝોનના હોદ્દેદારો હાજર રહ્યા હતા.જેમાં મેયર, સાંસદ, ધારાસભ્યો પણ બેઠકમાં હાજર રહ્યા હતા.
લોકોએ કરેલી ફરિયાદ મામલે હર્ષ સંધવીએ શું કહ્યું ?
વડોદરાની મુલાકાતે આવેલા હર સંઘવી વિવિધ વિસ્તારો જેવા કે ઓલ્ડ પાદરા રોડ અકોટા સમા ધિ ભીમનાથ બ્રિજ માંજલપુર સયાજીગાન મુજ મહુડા વાઘોડિયા રોડ સંગમ સંગમ સહિતના વિચારોની જાત મુલાકાત લીધી હતી અને લોકોને પણ મળ્યા હતા લોકો સાથે પણ વાતચીત કરી હતી તે માટે વાત પણ કરી હતી આ દરમિયાન લોકોના રોષને લઈને હર્ષ સંઘવીએ કહ્યુ કે, જેને પોતાના માનતા હોય તેને જ તો બધી તકલીફ કહેતા હોય છે. અમે તકલીફ દૂર કરવા માટે જ તો છીએ. અમે લોકોની તકલીફો સાંભળી છે લોકો મને ખુલ્લા મને મળ્યા છે. તેને તકલીફ ભોગવી છે તો તે કહેશે અને અમારે સાંભળવાનું છે અને તેનો રસ્તો પણ કાઢવાનો છે. એક રાત નહીં પરંતુ રાતો રાત જાગશુ પણ એક તકલીફ નહીં પરંતુ બધી જ તકલીફો દૂર કરી દઈશું. હુ જે વિસ્તારમાં કાલે ગયો હતો તે વિસ્તારમાં આજે પણ ગયો છે જેમને કાલે ફરિયાદ કરી હતી તેમ વિસ્તારમાં ટીમો મોકલાવામા આવી છે. અને આખી ટીમને અલગ અલગ જવાબદારી આપવામા આવી છે. હર્ષ સંઘવી એ જણાવ્યું હતું કે જેટલી પણ મદદ જોઈશે તેટલી કરવામાં આવશે.
વડોદરાના સફાઈ સેવકોની ઘટના મામલે કહી આ વાત
વડોદરા ખાતે આવ્યા અને મોડી રાતથી લઈને વહેલી સવાર સુધી ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ એવા ચારેવ ઝોનમાં પાલિકાના સત્તાધીશો સાથે બેઠકો યોગી હતી અને વડોદરા ને કેટલું જલ્દી ઊભું કરી શકાય તે અંગે પણ ચર્ચા વિચારણા કરી હતી હર સંઘવીએ વડોદરા ને બે થી ત્રણ દિવસમાં ઉભું થાય તે માટે સફાઈ સેવાકોને પણ કામે લાગી જવા અપીલ કરી હતી અને દિવસ રાત એક કરી વડોદરાને ફરી એક વખત સારી સ્થિતિમાં લાવી શકાય તે માટે અપીલ કરી હતી અત્યારેહર્ષ સંઘવીએ સફાઈ કર્મચારીઓને વડોદરાને ચોખ્ખુ કરીને નંબર વન બનાવાની વાત કરી હતી. ત્યારે ગઈ કાલે વડોદરાના સફાઈ સેવકોને AMC ના જેકેટ પહેરાવીને ખોટુ બોલીને તેમને બોલાવવામાં આવ્યા હતા તેને લઈને જ્યારે હર્ષ સંઘવીને સવાલ કરવામા આવ્યો ત્યારે હર્ષ સંઘવીએ તેને લઈને કહ્યુ કે, આવી મુશ્કેલ ઘડીમાં કોઈ રાજનિતી કરે તે ના ચલાવી લેવાય, આ મુશ્કેલ ઘડીમાં એકબીજાને સાથ આપવો જોઈએ. જો કદાચ અમદવાદ મહાનગર પાલિકામાં 50 લોકો આવવાની બાકી હોય અને વડોદરાની મહાનગર પાલિકા અહીયાથી કોઈને અપોઈન્ટ કરીને લે તો તેના રુપિયા તેને ચુકવવાના હોય તો તેમાં કોઈ કઈ રીતે આ રીતે માણસેને રાજનિતી માટે આ પ્રકારના વિડોયા બનાવે. અને તે વિડોયોની તમે તપાસ કરો જો તેમાં કોઈ ભૂલ હોય તો હુ જવાબ આપવા બંધાયેલો છું. મે તપાસ કરી છે પરંતુ કોઈ વ્યક્તિ એમ કહેતું હોય કે મારી સાથે ચિંટીગ થઈ છે અને મને પગાર નથી મળ્યો તો તેવા એક વ્યક્તિની માહિતી લાવો પણ આ પ્રકારની મુશ્કેલ ઘડીમાં આ પ્રકારની રાજનિતી ન કરો.
ઘોડા છૂટી ગયા બાદ તબેલે તાળા મારવાનો શું ફાયદો ?
ત્યારે સવાલ તે થાય છે કે, ઘોડા છુટ્યા પછી તબેલે તાળા મારવાથી શું ફાયદો થાય ? વડોદરાની આ પરિસ્થિતિ સર્જાઈ છે તેમાં તંત્ર જવાબદાર છે તે જનતા પણ જાણે છે. સરકાર હંમેશા સરકાર કોઈ ઘટના બને પછી જનતાને સારુ લગાડવા માટે સહાયની જાહેરાત કરે છે અને જનતાને એલું લગાડે છે તેમને જનતાની ચિંતા છે પરંતુ જો સાચેમાં ચિતા હોય તો પહેલા કેમ નથી વિચારતા કે, આવી ઘટના સર્જાશે તો શું પગલા લેવાશે તંત્રને તાત્કાલિક મદદ માટે કેમ આદેશ અપાતા નથી. જ્યારે પ્રજાને જરુર હોય ત્યારે કોઈ આવતું નથી અને બધુ તહેસનહેસ થઈ ગયા પછી સહાય અને અન્ય મોટી મોટી વાતો કરવામા આવે છે.આતે ઘાવ પણ તમે આપો પછી દવા પણ તમે આપો અને પછી વાહવાહી લુટો છો કે અમે દવા કરી પણ ભુલી કેમ જાવ છો કે, આ ઘાવ તમારા લીધે જ થયા છે. તમે તંત્રને ઠપકો આપવાની જગ્યાએ તેનો બતાવ કરી રહ્યા છો.ત્યારે જનતા પણ હવે જાગી ગઈ છે. જેથી જનતા પોતાની રીતે જવાબ પણ આપી રહી છે.