Vadodara: ગુજરાતમાં (Gujarat) ચાર દિવસથી ધોધમાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે ત્યારે વડોદરામાં ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.વડોદરામાં વિશ્વામિત્રી નદીના (Vishwamitri River) પાણીએ વિનાશ વેર્યો છે. વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેથી હાલ વડોદરાવાસીઓની હાલત કફોડી બની છે. ત્યારે વડોદરા શહેર માં હરણી વારસિયા રીંગ રોડ પર પાણી ભરાઇ ગયા હતા જેને લઈને લોકો હેરાન પરેશાન હતા ત્યારે વડોદરાના મેયર પિન્કીબેન સોની (Pinkybane Sonny) દુઘ વિતરણ કરવા પહોંચ્યા હતા ત્યારે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યું અને મેયર પિન્કીબેન સોની ત્યાંથી તગેડી મેલવામા આવ્યા હતા.
દૂધ આપવા આવેલા મેયરને વડોદરાવાસીઓએ ઊભી પૂંછડીએ ભગાડ્યાં
ભારે વરસાદને કારણે અત્યારે વડોદરા વાસીઓની હાલત કફોડી બની ગઈ છે. નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરાઈ ગયા છે જેથી લોકોની ઘર વખરીને પણ ભારે નુકસાન પહોચ્યું છે લોકોને ખાવાના પણ ફાફાપડી ગયા છે. પરંતુ વડોદરાના મેયર અને કોર્પોરેટર નજીકમાં રહેતા હોવા છતા તેમણે પોતાના મત વિસ્તારના લોકોની મુલાકાત લીધી નહતી જેને લઈને સ્થાનિક લોકોમાં રોષ વ્યાપ્યો હતો. જેથી મેયર પિન્કીબેન સોની અને કોર્પોરેટર રાખીબેન શાહ તેમના મત વિસ્તારમાં દૂધ વિતરણ કરવા પહોંચતા લોકોએ તેમનો બહિષ્કાર કર્યો હતો.
લોકોને કામ પડે ત્યારે ફોન પણ ન ઉપાડતા લોકોમાં રોષ
કોર્પોરેટ અને મેયર અહીં દૂધ આપવા માટે આવ્યા હતા પરંતુ લોકોએ દૂધ લેવાની ના પાડી દીધી કેમકે , લોકોનો આક્ષેપ છે કે, કામના સમયે કોઈ ફોન પણ નથી ઉપાડતું. બાજુમાં જ મેયર રહે છે તો પણ ગઈ કાલે અહીંના લોકો ભુખ્યાજ હતા પરંતુ કોઈ તેમની ખબર લેવા માટે પણ આવ્યું ન હતું. અને આજે દેખાડો કરવા માટે દૂધ આપવા આવતા લોકોએ તેનો બહિષ્કાર કર્યો હતો. અને તેમને પાછા કાઢ્યા હતા. આમ પ્રજાની જરુરના સમયે પ્રજાની મદદે ન આવનારા મેયર અને કોર્પોરેટરોને આજે કડવો અનુભવ થયો હતો. લોકોએ બતાવી દીધુ છે જો તમે સમયે મદદ નહીં કરો તો પ્રજા પણ તમને નહીં સ્વીકારે. ત્યારે હવે સત્તાધીશોને પણ જાગવાની જરુર છે આવી સ્થિતિમાં પણ તેઓ લોકોની મદદે નહીં આવે તો તમારે પ્રજાના રોષનો સામનો કરવો પડશે…
Vadodara માં દૂધ આપવા આવેલા મેયરને વડોદરાવાસીઓએ ઊભી પૂંછડીએ ભગાડ્યાં#Vadodara #HeavyRain #RainAlertinGujarat #HeavyRainfall #nirbhaynews pic.twitter.com/QoXKLqenh7
— Nirbhaynews (@nirbhaynews1) August 28, 2024
આ પણ વાંચો : Gujarat Rain: ભારે વરસાદને કારણે ગુજરાતમાં આ 33 ટ્રેનો રદ, એરપોર્ટ પર 50થી વધુ ફ્લાઈટ મોડી