Vadodara :ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળશે

July 22, 2024

Vadodara : ભૂતાનના રાજા  (Bhutan King) જિગમે ખેસર નામગ્યેલ વાંગચૂક (Jigme Khesar Namgyel Wangchuck) તથા પ્રધાનમંત્રી શેરિંગ તોબગે (shering tobgay) આજરોજ વડોદરામાં આવ્યા છે. આજે સવારે તેઓ વડોદરા એરપોર્ટ (Vadodara Airport ) પર ઉતર્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામા આવ્યું હતું. વડોદરાથી તેઓ એકતાનગરની મુલાકાત લેવા રવાના થયા હતા .

બંન્ને મહાનુભાવોનું ગુજરાતની આગવી પરંપરા મુજબ કરાયું સ્વાગત

ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક અને ભૂતાનના પ્રધાનમંત્રી આજરોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવ્યા હતા.પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર આ બન્ને મહાનુભાવો આજે વડોદરા એરપોર્ટ ખાતે લેન્ડ થયા હતા.ભૂતાનના રાજા અને ભૂતાનના પ્રધાનમંત્રી 11 વાગ્યાની આસપાસ વડોદરા એરપોર્ટ ખાતે આવી પોહોચ્યાં હતા જ્યાં સરકારના પ્રતિનિધિઓ દ્વારા તેમનું ઉષ્મા ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાંથી બાયરોડ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા રવાના થયા હતા ખાસ સુરક્ષા પોર્ટોકોલ સાથે કાફલો વડોદરાથી રવાના થયો હતો.

ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળશે

મહત્વનું છે કે, ભૂતાન દેશના રાજા અને તેના પ્રધાનમંત્રી સૌ પ્રથમ વખત એકસાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જોવા આવી રહ્યા હોવાથી વડોદરા અને નર્મદા જિલ્લાનું તંત્ર સતર્ક અને સાબદું રહ્યું હતું.

આ પણ વાંચો : Parliament Monsoon Session: રાહુલ ગાંધીના સવાલ પર ભડક્યાં શિક્ષણ મંત્રી, કહ્યું – પેપર લીકના કોઈ પુરાવા મળ્યા નથી

Read More

Trending Video