Vadodara : ગુજરાતમાંથી હાથીદાંતની તસ્કરી (Ivory Tusk Smuggling)નો ફરી એકવાર પર્દાફાશ કરવામાં આવ્યો છે. વડોદરા (Vadodara) SOG પોલીસ દ્વારા આ પર્દાફાશ કરવામાં આવ્યો છે. વડોદરા (Vadodara)માં હાથી દાંતની તસ્કરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં વડોદરા SOG એ હાથીદાંતની તસ્કરીનું રેકેટ પકડી પાડ્યું છે. SOG એ બાતમીના આધારે યાકુતપુરામાંથી બે આરોપીને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. આ બન્ને આરોપીઓ પાસેથી SOGને બે હાથી દાંત મળી આવ્યાં છે. આ બંને આરોપીઓ રિક્ષામાં હાથી દાંત વેચવા માટે ફરી રહ્યાં હતાં. ત્યારે SOGને ટીપ મળતા તેમને છટકું ગોઠવી આરોપી ઇરફાન શેખ, આઝાદ પઠાણની ધરપકડ કરવામાં આવી હતી. આ હાથી દાંત વેચાણ મામલે SOGએ ફોરેસ્ટ વિભાગની પણ મદદ લીધી છે.
આ બન્ને આરોપીઓ હાથી દાંત વિદેશથી મંગાવ્યા હોવાની આશંકા હાલમાં તો પોલીસ વ્યક્ત કરી રહી છે. ત્યારે આ રેકેટ ઇન્ટરનેશનલ લેવલે હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે ત્યારે હાલમાં SOG ક્રાઇમ દ્વાર ઇન્ટરનેશનલ રેકેટની દિશામાં પોલીસની તપાસ કરવામાં આવી રહી છે. ઊંચા નાણાં કમાવવા માટે આ આરોપીઓ હાથીદાંત લઈને ફરી રહ્યાં હતાં. વન વિભાગ સાથે મળી પોલીસની કાર્યવાહી કરી છે. ત્યારે આ હાથીદાંતનો વેપાર આરોપીઓ કેટલા સમયથી કરી રહ્યા છે. અને અન્ય કોણ લોકો સામેલ છે તે બાબતે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે આ બાબતે sog શું કહી રહ્યા છે