Vadodara: વડોદરામાં (Vadodara) છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદ (Heavy rain) પડ્યો હતો.વરસાદ પડવાથી આખું શહેર જળમગ્ન થયું હતું, સાથે જ લોકોના ઘર ડૂબી ગયા અને લોકોની જીવનજરૂરિયાત વસ્તુઓ તણાઈ ગઈ હતી, અને વેપારીઓની દુકાનો ડૂબી જવાથી તેમને લાખો અને કરોડોનું નુકસાન થયું હતું.લોકો મુશ્કેલીના સમયમાં હતા, ત્યારે સત્તાપક્ષના નેતાઓ મદદ માટે આવ્યા નહી,અને હવે પુરનું પાણી ઓસરી રહ્યું છે, ત્યાંરે સત્તાપક્ષના નેતાઓ લોકોની મદદ માટે આવી રહયા છે.25 વર્ષ કરતા વધુ સમયથી ભાજપ ની સરકાર છે, અને લોકોએ ખોબલે ખોબલે મત આપી ભાજપને જીતાડી રહ્યા છે તોપણ સ્થાનિક તંત્રએ પૂરના સમયે લોકોની મદદ કરી નહોતી , માટેજ હવે મદદ કરવા આવનાર નેતાઓને સ્થાનિક લોકો ધારાસભ્ય હોય કે મેયર ભગાડી રહ્યા છે.ત્યારે હવે રાજ્યના ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) વડોદરા જઈને લોકો ને મળી લોકોનો રોષ ઠારવાનો પ્રયત્ન કરી રહ્યા છે.આજે હર્ષસંઘવીએ કલેકટર કચેરી એ સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી .
વડોદરાવાસીઓના આક્રોશ પર હર્ષ સંઘવીએ આપ્યું આ નિવેદન
હર્ષ સંઘવીએ મીડિયા સાથે વાત કરતી વખતે કહ્યું કે સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને ઘરવખરી માટેની સહાય લોકોને આપવાની છે.કેશ ડોલ્સ અને ઘરવખરી માટે પાલિકામાં આવતા 64 હજાર પરિવાર અને ગ્રામ્યમાં આવતા 20હજારથી વધુ પરિવારને કેશ ડોલ્સ અપાયા છે.ખેતીમાં ઇલેકટ્રીસિટીની ફરિયાદો જલ્દી ઉકેલવામાં આવી રહી છે ઇન્શ્યોરન્સ કંપની સાથે પણ બેઠક કરાઈ અને સરકારી કંપનીમાં 500 અને ખાનગી કંપનીમાં 800 ક્લેમ કરવામાં આવ્યા છે.
શું વિશ્વામિત્રી નદી પરના દબાણો દૂર થશે ખરા ?
વડોદરામાં પૂરની સ્થતિએ સ્થાનિક તંત્રની પોલ ખોલી નાખી છે. વડોદરાવાસીઓ સારી રીતે જાણે છે કે, આ પૂર કુદરતી નહીં પરંતુ તંત્રની ભષ્ટાચારી નિતીનું પરિણામ છે.અત્યારે ભાજપ સામે લોકોમાં એટલો રોષ છે લોકો ભાજપના નેતાઓ જોઈને ભડકી ઉઠે છે આવી કપરી પરિસ્થિતિમાં તેઓ નેતાઓની મદદ લેવા પણ તૈયાર નથી. ત્યારે હર્ષ સંઘવી કહી રહ્યા છે કે આ તેમનો પ્રેમ છે તેઓ અમને પોતાના માને છે એટલા માટે તેઓ અમને પોતાની તકલીફ જણાવી રહ્યા છીએ અને અમે તેની તકલીફો દૂર કરવાનો પ્રયાસ કરીશું પરંતુ તમે વડોદરામાં સહાયની જાહેરાત કરી રહ્યા છો. પરંતુ ફરીથી આવી પરિસ્થિતિ ન સર્જાય તેના માટે શું પગલા લેવામાં આવી રહ્યા છો, શું તમે વિશ્વામિત્રી નદીની આસપાસ જે દબાણો છે તેને દૂર કરી શકો છો ? જો લોકો તમને્ પોતાના માનીને તમને ફરિયાદ કરે છે કે, તો તમે કેમ તેમની સમસ્યા દૂર કરતા નથી। શું વડોદરાવાસીઓને તમારી સહાય જોઈએ છે ? વડોદરાવાસીઓ તો તંત્રથી નારાજ છે તમે તંત્રને કેમ ઠપકો આપતા નથી જે પુરની પરિસ્થિતિમાં કોઈ રિલ્સ બનાવવામાં વ્યસ્ત છે કે, તો કોઈ પોતાની ચિંતા કરી રહ્યા છે. ત્યારે લોકો પણ સમજે છે એટલે લોકોમાં તેને લઈને પણ રોષ છે. ત્યારે ડેમેજ કંટ્રોલ કરવા ઉતરેલા હર્ષ સંઘવી માત્ર સહાય કરીને ડેમેજ કંટ્રોલ કરી શકશે ખરા કેમકે વિશ્વામિત્રી નદી પર રિડેવલોપમેન્ટના પ્લાનને મંજુરી તો આપી દીધી છે પંરતુ જે વર્ષોથી અહીં જે અડીંગો જમાવીને બેઠા છે તેવા દબાણો દુર કરવામા આવશે ખરા ? અત્યારે તો સરકાર દ્વારા મોટી મોટી જાહેરાત તો કરી દેવામાં આવી છે. પરંતુ જે આટલા મોટા દબાણો ખરેખરમાં દુર કરવામાં આવશે કે માત્ર જાહેરાત જ રહી જાય છે તે જોવું રહ્યું…
આ પણ વાંચો : સ્વાતિ માલીવાલ કેસમાં વિભવ કુમારને સુપ્રિમ કોર્ટે આપ્યા જામીન, 100 દિવસના જેલવાસ બાદ જામીન થયા મંજૂર