Vadodara Harani Boat Tragedy : વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં (Harani Boat Tragedy) ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court)મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.જેમાં કોર્ટે આ દુર્ઘટના માટે બે મ્યુનિસિપલ કમિશનર (Municipal Commissioner)જવાબદાર ઠેરવ્યા છે. શિક્ષણ સચિવ વિનોદ રાવ (Vinod Rao)અને તત્કાલિન મનપા કમિશનર એચ. એસ. પટેલ (H. S. Patel)સામે શિક્ષાત્મક કાર્યવાહીનો ગુજરાત હાઇકોર્ટ આદેશ કર્યો છે ત્યારે આ મામલે વડોદરા મહાનગર સેવાસદનના વિરોધ પક્ષ નેતા અમી રાવતનું (Ami Rawat)નિવેદન સામે આવ્યું છે. વિરોધ પક્ષ નેતા અમી રાવતે આ મામલે ભાજપ સરકાર પર પ્રહારો કર્યા છે અને આ કાંડમાં ભાજપના મોટા નેતા સંડોવાયેલા છે જેમને રાજ્ય સરકારે બચાવવાનો પ્રયાસ કર્યો છે તેવો આરોપ લગાવી યોગ્ય તપાસની માંગ કરી છે.
કોંગ્રેસ નેતાનો ભાજપ સરકાર પર આક્ષેપ
અમી રાવતએ કહ્યું કે, હરણી બોટ કાંડના પીડિત પરિવારો સરકાર પાસે ન્યાયની અપેક્ષા રાખી રહ્યા હતા. કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે એવી મોટી મોટી વાતો થઈ. રાહુલ ગાંધી ગુજરાત આવ્યા પીડિતોને મળ્યા ત્યારે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો . ચુકાદામાં સ્પષ્ટ કહ્યુ છે કે, શિક્ષણ સચિવ વિનોદ રાવ અને તત્કાલિન મનપા કમિશનર એચ. એસ. પટેલ છે. જે આ કામ આપવામા આવ્યું છે તેમાં ભરપુર ભ્રષ્ટા ચાર થયો છે. કોર્પોરેશનને કરોડોનું નુકસાન કરાવ્યું, ઈજારદારને ફાયદો કરાવ્યો. ચોક્કસ આમાં કોઈ રાજકીય મોટા નેતાઓ સંડોવાયેલા હોય જેમની સુચના અનુસાર આ કાર્યવાહી કરવાા આવી હોય અમે તો દરેક પગલે આ બાબતે ધ્યાન દોર્યું છે.જો કોઈ રાજકીય દબાણ અને રાજકીય પીઠબળ ના હોય તો આ રીતનો નિર્ણય મનપા કમિશન ના લઈ શકે.
ભાજપના ક્યાં નેતાની સંડોવણી છે તે અંગે તપાસની માંગ
વધુમાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે તો મનપા કમિશનને પણ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉપલા અધિકારીઓને પણ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. કોર્ટે પણ ટકોર કરી હતી કે, જે અર્બન ડિપાર્ટમેન્ટે જે રિપોર્ટ આપ્યો હતો તે રિપોર્ટ કોર્ટે ફગાવી કાઢ્યો અને ફરીથી રિપોર્ટ આપવાની વાત કરી હતી. આ તમામ બાબતોની સ્પષ્ટ થાય છે કે, રાજ્ય સરકાર આમાં કોઈને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. તે ક્યાં વગદાર નેતા હતા જેના કહેવાથી અને કોના ફાયદા માટે આ નિર્ણય લેવામાં આવ્યો તે હકીકત બહાર આવવી જોઈએ અને તત્કાલિન કમિશનર તેમના નામ બહાર પાડી શકે. તેમની તપાસ થવી જોઈએ તે રજુઆત કરીએ છીએ. અને અમારી માંગણી છે કે, ક્યા વગદાર લોકો અને ક્યા રાજકીય નેતાઓ આમા સંડોવાયેલા હતા ભાજપ પાર્ટીનું રાજ્યનું વહીવટ છે તે કોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું હતુ કોને બચાવવા આવા ખોટો રિપોર્ટ આપ્યા તે તમામની તપાસ થવી જોઈએ અને સાચા નામો બહાર આવવા જોઈએ.