Vadodara Gang Rape Case: વડોદરાના (Vadodara) ભાયલી વિસ્તારમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મની ( Gang Rape) ઘટના મામલે ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરનારા આરોપીઓને 48 કલાક બાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. પોલીસે પાંચે પાચ આરોપીઓને ઝડપી પાડ્યા છે જે બાદ સગીરા સાથે જગન્ય કૃત્ય કરનારા આરોપીઓની પોલીસે બરાબરની સરભરા પણ કરી છે.
સગીરા પર ગેંગરેપના નરાધમોની પોલીસે બરાબરની સરભરા કરી
વડોદરાના (Vadodara) ભાયલી વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીઓને પડકીને પોલીસે બરાબરની સરભરા કરી છે. જે બાદ આરોપીઓને સારવાર માટેએસ.એસ.જી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામા આવ્યા છે. આ કેસના ત્રણ આરોપીઓની પોલીસે એવી સરભરા કરી છે કે, ત્રણ આરોપીઓ ચાલી પણ શકતા નથી તેમને ખભે ઊંચકી અને સ્ટ્રેચર પર મેડિકલ માટે લઈ જવામા આવ્યા છે.
Vadodara : વડોદરા દુષ્કર્મના આરોપીઓની સર્વિસ બાદ સ્ટ્રેચર પર લવાયા હોસ્પિટલ#vadodara #vadoaracse #accused #gujarat #viralvideo #nirbhaynews pic.twitter.com/pMAHXC02p7
— Nirbhaynews (@nirbhaynews1) October 7, 2024
આરોપીઓને 48 કલાક બાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા
વડોદરાની આ ચકચારી ઘટના મામલે વડોદરાના નાગરિકો સહિત પોલીસ જવાનોમાં પણ રોષ છે તેમજ આ ઘટના મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ નિવેદન આપ્યું હતુ કે, આરોપીઓને ઝડપી પાડીને દાખલારુપ સજા કરવામા આવશે.ત્યારે આ કેસના તમામ આરોપીઓને 48 કલાક બાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. જાણવા મળી રહ્યુ છે કે, આ બનાવ જિલ્લા પોલીસ તંત્રના તાલુકા પોલીસ મથકની હદમાં બન્યો હોવાથી શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપાયેલા આરોપીઓને જિલ્લા પોલીસને સોંપશે.
3 આરોપીઓ પ્રર પ્રાતિંય વિધર્મી હોવાનું આવ્યું સામે
ઘટનાની પ્રાથમિક વિગતો મુજબ ઝડપાયેલા આરોપીઓમાં 3વિધર્મી હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓ લઘુમતી વસ્તી ધરાવતા તાંદલજા વિસ્તારના હોવાનું સામે આવ્યું છે. કહેવામા આવી રહ્યુ છે કે, આ વિધર્મીઓ મૂળ ઉત્તર પ્રદેશના છે. તેઓ ઘણાં સમયથી તાંદલજા વિસ્તારમાં રહે છે લઘુમતી વસ્તી ધરાવતો તાંદલજા વિસ્તારથી ભાયલી નજીક છે જે અંદાજે દોઢ કિલોમીટર થાય છે.
શું બની હતી સમગ્ર ઘટના
વડોદરા નજીક ભાયલીમાં બીજા નોરતે સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. જેમાં રાત્રીના 11.30 કલાકે મિત્રને મળવા આવેલી સગીરા ગેંગરેપનો શિકાર બની હતી. આ મામલે નોંધાયેલ ફરિયાદ મુજબ સગીરા તેના મિત્ર સાથે સૂમસામ સ્થળે બેઠી હતી,ત્યારે બાઇક પર આવેલા 5 શખ્સોએ પહેલા છેડતી કરી, સગીરાએ પ્રતિકાર કરતા 2 ઇસમો ફરાર થયા, જ્યારે અન્ય ત્રણ ઇસમોએ મિત્રની નજર સમક્ષ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતુ.
વડોદરાની વિદ્યાર્થિની પર ગેંગરેપની ઘટનાના સમગ્ર રાજ્યમાં પડઘા પડયા છે તેમજ મહિલાઓની સુરક્ષા મામલે સવાલો ઉઠી રહ્યા હતા.
ત્યારે આ કેસમાં ખુદ હર્ષ સંઘવીએ નિવેદન આપ્યુ હતુ કે, આ ઘટનાથી તેમનું લોહી ઉકળી ઉઠ્યું છે. નરાધમોને પકડવા પોલીસને મા અંબા શક્તિ આપે. આરોપીઓને દુનિયાના કોઈ પણ ખુણેથી શોધી કાઢવાની વાત કરી હતી.ત્યારે આખરે ક્રાઈમ બ્રાન્ચે આ આરોપીઓને ઝડપી લીધા છે.
આ પણ વાંચો :જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાની તબિયત અચાનક બગડી, હોસ્પિટલમાં દાખલ