Vadodara Gang Rape Case: સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીઓ સુધી કઈ રીતે પહોંચી પોલીસ ? ઘટના મામલે પોલીસે કર્યા મોટા ખુલાસા

October 7, 2024

Vadodara Gang Rape Case: વડોદરાના (Vadodara) ભાયલીમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટનામાં (Gang Rape Case) પાંચ આરોપીઓને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે.સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરના ભાયલીમાં સગીરા પર દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી હતી, જે બાદ શહેર અને જિલ્લા પોલીસ તપાસમાં લાગી ગઈ હતી. ધોરણ 11માં અભ્યાસ કરતી સગીર સાથે ગેંગરેપની કથિત ઘટના પ્રકાશમાં આવતાં જ પોલીસની સાથે એફએસએલ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘટનાના પુરાવા એકત્ર કર્યા હતા. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે વડોદરા જિલ્લા પોલીસ ઉપરાંત વડોદરા શહેરની પોલીસ તેમજ અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ પણ જોડાઈ હતી. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં મોટી સફળતા મળી છે પોલીસે આ કેસના પાંચેય આરોપીઓને ઘણતરીના કલાકોમાં ઓળખ કરીને દબોચી લીધા છે અને તેમની બરાબરની સર્વીસ પણ કરી છે. ત્યારે આ સમગ્ર ઘટના મામલે શહેર અને જિલ્લા પોલીસની સંયુકત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં પોલીસ કઈ રીતે આરોપીઓ સુધી પહોંચી તે અંગે વિગતવાર માહિતી આપવામા આવી હતી.

વડોદરા ગેંગરેપ મામલે પોલીસની પત્રકાર પરિષદ

વડોદરા ગેંગરેપ મામલે શહેર અને જિલ્લા પોલીસની સંયુકત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં પોલીસ કમિશ્નર, એસપી અને રેન્જ આઇજી ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ ઘટના મામલે વડોદરા પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમરએ નિવેદન આપ્યું હતુ કે, 4 ઓક્ટોબરની રાત્રે ભાયલી ખાતે જઘન્ય ઘટના બની હતી આ ઘટનાનાં 48 કલાક પછી શહેર પોલીસને સફળતા મળી છે. શહેર ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડ્યાં છે તેમણે કહ્યું કે, વડોદરા ગ્રામ્ય પોલીસ પણ આ મામલે ખુબ સક્રિય હતી અને શહેર અને જિલ્લા પોલીસનાં તમામ અધિકારીઓ જોડાયા હતા. કમિશનરે જણાવ્યું હતું કે મુખ્ય ત્રણ આરોપીઓ અને તેમના અન્ય 2 મિત્રોની ધરપકડ કરીને તેમના વહન જપ્ત કરી દેવામાં આવ્યા છે.

પોલીસ આરોપીઓ સુધી કઈ રીતે પહોંચી

પોલીસે જણાવ્યું કે, આરોપીઓ પીડિતાનો મોબાઇલ લઇ ગયાં તેનાંથી તેઓ પકડાયા છે. મોબાઇલ સર્વેલન્સનાં આધારે પોલીસ આરોપી સુધી પહોંચી શકી હતી. મોબાઇલ ફોન, બાઇક, સીસીટીવી અને સાહેદોનાં નિવેદનના આધારે આરોપીઓ સુધી પહોંચી શકાયું છે. હવે આ સમગ્ર કેસને આરોપીઓ સહિત ગ્રામ્ય પોલીસને સોંપીએ છીએ. પોલીસના જણાવ્યા અનુસાર, આ ત્રણેય આરોપીઓ વડોદરામાં રહીને પીઓપીનું કામ કરે છે . પોલીસે આરોપીઓની 48 કિ.મી.ની મૂવમેન્ટને ટ્રેક કરી હતી આ સાથે હજારો સીસીટીવી મેળવી આરોપીઓ સુધી પહોંચ્યાં હતા.

પકડાયેલ આરોપીઓના નામ

મુન્ના અબ્બાસ બંજારા -ઉંમર 27 વર્ષ, રહે- યુપી તાંદલજા

મુમતાઝ ઉર્ફે આફતાબ સુબેદાર બંજારા -ઉંમર 36, રહે-  યુપી તાંદલજા

શાહરૂખ કિસ્મત અલી બંજારા  -ઉંમર 26, રહે-  યુપી તાંદલજા

અન્ય આરોપી

સૈફ અલી બંજારા

અજમલ બંજારા

ગેંગરેપની તપાસ માટે સ્પેશિયલ એસઆઇટીની રચના કરવાનો નિર્ણય

ગેંગરેપ કેસ અંગે રેન્જ આઇજી સંદીપ સિંગનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યુ કે, ગેંગરેપની તપાસ માટે સ્પેશિયલ એસઆઇટીની રચના કરવાનો નિર્ણય કરવામા આવ્યો છે. સમગ્ર કેસની આગળની તપાસ ડીવાયએસપી કક્ષાનાં અધિકારી કરશે . અને તપાસ જલ્દીથી પૂર્ણ થઇ ઝડપથી આરોપીઓને સજા થાય તેને પ્રાથમિકતા આપવામા આવશે.

આ પણ વાંચો :  Vadodara Gang Rape Case: સગીરા પર ગેંગરેપના નરાધમોની પોલીસે બરાબરની સરભરા કરી, આરોપીઓને સ્ટ્રેચર પર હોસ્પિટલ લઈ જવાયા

Read More

Trending Video