Vadodara Gang Rape Case: 16 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરનાર આરોપીઓ ઝડપાયા, આરોપીઓમાં 3 વિધર્મી હોવાનો ખુલાસો

October 7, 2024

Vadodara Gang Rape Case: વડોદરાના (Vadodara)  ભાયલી વિસ્તારમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મની ( Gang Rape) ઘટના મામલે આરોપીઓને શોધી રહેલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરનારા આરોપીઓને 48 કલાક બાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. જાણવા મળી રહ્યુ છે કે, આ બનાવ જિલ્લા પોલીસ તંત્રના તાલુકા પોલીસ મથકની હદમાં બન્યો હોવાથી શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપાયેલા આરોપીઓને જિલ્લા પોલીસને સોંપશે.

સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરનાર નરાધમો ઝડપાયા

ઘટનાની પ્રાથમિક વિગતો મુજબ ઝડપાયેલા આરોપીઓમાં કેટલાક વિધર્મી હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓ લઘુમતી વસ્તી ધરાવતા તાંદલજા વિસ્તારના હોવાનું સામે આવ્યું છે. કહેવામા આવી રહ્યુ છે કે, આ વિધર્મીઓ મૂળ ઉત્તર પ્રદેશના છે. તેઓ ઘણાં સમયથી તાંદલજા વિસ્તારમાં રહે છે લઘુમતી વસ્તી ધરાવતો તાંદલજા વિસ્તારથી ભાયલી નજીક છે જે અંદાજે દોઢ કિલોમીટર થાય છે.

 શું બની હતી સમગ્ર ઘટના

વડોદરા નજીક ભાયલીમાં બીજા નોરતે સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. જેમાં રાત્રીના 11.30 કલાકે મિત્રને મળવા આવેલી સગીરા ગેંગરેપનો શિકાર બની હતી. આ મામલે નોંધાયેલ ફરિયાદ મુજબ સગીરા તેના મિત્ર સાથે સૂમસામ સ્થળે બેઠી હતી,ત્યારે બાઇક પર આવેલા 5 શખ્સોએ પહેલા છેડતી કરી, સગીરાએ પ્રતિકાર કરતા 2 ઇસમો ફરાર થયા, જ્યારે અન્ય ત્રણ ઇસમોએ મિત્રની નજર સમક્ષ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતુ.
વડોદરાની વિદ્યાર્થિની પર ગેંગરેપની ઘટનાના સમગ્ર રાજ્યમાં પડઘા પડયા છે તેમજ મહિલાઓની સુરક્ષા મામલે સવાલો ઉઠી રહ્યા હતા.
ત્યારે આ કેસમાં ખુદ હર્ષ સંઘવીએ નિવેદન આપ્યુ હતુ કે, આ ઘટનાથી તેમનું લોહી ઉકળી ઉઠ્યું છે. નરાધમોને પકડવા પોલીસને મા અંબા શક્તિ આપે. આરોપીઓને દુનિયાના કોઈ પણ ખુણેથી શોધી કાઢવાની વાત કરી હતી.ત્યારે આખરે ક્રાઈમ બ્રાન્ચે આ આરોપીઓને ઝડપી લીધા છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ કેસમાં જોડાઈ હતી

વડોદરા જિલ્લા પોલીસ ઉપરાંત વડોદરા શહેરની પોલીસ તેમજ અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ પણ આ ગુનાનો ભેદ ઉકેલવા માટે જોડાઈ હતી.ન અને આરોપીઓને ઝડપી પાડવા માટે સીસીટીવી, મોબાઈલ નેટવર્ક સહિત તમામ પાસાઓનો અભ્યાસ કરવામા આવ્યો હતો. આ સાથે ભાયલીથી 4-5 કિલોમીટરના વિસ્તારમાં રહેતા લોકો જેઓ આ વિસ્તારથી ખૂબ વાકેફ છે તેઓની ઓળખ કરીને પૂછપરછનો દોર શરુ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :  Accident Near Ambaji: અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર ગમખ્વાર અકસ્માત, 4ના મોત, 25થી વધુ યાત્રિકો ઈજાગ્રસ્ત

Read More

Trending Video