Vadodara gang rape case : નવરાત્રીના (Navratri) બીજા નોરતે વડોદરાના (Vadodara) તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં 16 વર્ષીય સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટના ( gang rape case) સામે આવી હતી. આ ઘટનામાં પોલીસે ઘટનાના આરોપીઓને પોલીસે 48 કલાકમાં ઝડપી પાડ્યા હતા અને ગત રોજ આ આરોપીઓને કોર્ટમાં રજુ કરવામા આવ્યા હતા.આ દરમિયાન અચાનક એક આરોપીઓ ઉભો થયો અને બોલ્યો “સાહેબ જેલ ભેજ દો… પોલીસ બહુત મારતી હૈં આ પછી હાજર વકીલોએ ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા, ત્યારે વડોદરાની સગીરા સાથે હેવાનિયત ભર્યું કૃત્ય કરનારા આરોપીઓ હવે ડરી રહ્યા છે તેવું લાગી રહ્યું છે.
વડોદરાની સગીરા સાથે હેવાનિયત ભર્યું કૃત્ય કરનારા આરોપીઓને લાગ્યો જનતાનો ડર
નવરાત્રીના બીજા નોરતે પોતાના મિત્ર સાથે બેઠેલી 16 વર્ષીય સગીરા પર ત્રણ નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતુ. આ ઘટના બાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ સતત આરોપીઓને ઝડપી પાડવામાં લાગી હતી. જોકે આખરે વડોદરા ક્રાઇમ બ્રાન્ચને ઘટનાના 48 કલાક બાદ આરોપી મુન્ના બનજારા, મુમતાજ ઉર્ફે આફતાબ સુબેદાર બનજારા અને શાહરૂખ બનજારા સહિત ઘટના પહેલા બાઇક પર નિકળી ગયેલા તેમના સાગરીત સૈફઅલી અને અજમલને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.આરોપીએ ઝડપી પાડ્યા બાદ આ આરોપીઓને મેડિક્લ ચેકપ માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતા. જ્યાં એક આરોપીને સ્ટ્રેચરમાં બેસાડી લઇ જવાયો, જ્યારે અન્ય આરોપીઓએ ચાલવા માટે પોલીસ કર્મીઓનો સહારો લેવા પડ્યો હતો. આ જોતા પોલસે આરોપીઓની બરાબરની સરભરા કરી હોય તેવું સ્પષ્ટ જણાઇ રહ્યું હતું.
જનતાના ડરથી ફફડીને આરોપીઓએ કોર્ટમાં કરી જેલમાં જવાની માંગ
ગઈ કાલે આરોપીઓને ઓળખ પરેડ કરાવ્યાં બાદ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજુ કરાયા હતા.જો કે કોર્ટની બહાર પણ રોષે ભરાયેલા લોકોનું ટોળું એકઠું થયું હતું. જેખી કોર્ટ પરિસર પોલીસ છાવણીમાં તબદીલ થઇ ગયું હતુ. ત્યારે રિમાન્ડ માટે તમામ આરોપીઓને કોર્ટમાં રજુ કરાતા એક આરોપી ઉભો થઇ બોલ્યો હતો કે, “સાહેબ જેલ ભેજ દો… પોલીસ બહુત મારતી હૈં..”. આટલું કહેતા જ વકીલોએ ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યાં હોવાનુ જાણવા મળી રહ્યું છે. ત્યારે કોર્ટમાં રજૂ કરતા આરોપીઓને જનતાના રોષનો સામનો કરવો પડ્યો પડો પોલીસ કડક સુરક્ષા વચ્ચે આરોપીઓને લઈ ગઈ હતી છતા પણ અહીં હાજર વકીલોએ આરોપીઓ સાથે ગત રોજ ટપલી દાવ કર્યો હતો. ત્યારે હવે લાગી રહ્યું છે કે, આ નરાધમોને હવે ડર લાગી રહ્યો છે.
RBI On Repo Rate:રેપો રેટ અંગે RBIનો મોટો નિર્ણય, સતત દસમી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં