Vadodara Flood : ગુજરાતમાં ચારે તરફ વરસાદે વિનાશ વેર્યો છે. પરંતુ આ વરસાદી વિનાશ સૌથી વધારે સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં જોવા મળ્યું હતું. 4 દિવસથી વરસી રહેલા વારસાદને કારણે રાજ્યમાં જનજીવન ખોરવાઈ ગયું છે. લોકો આ આકાશી આફતથી ત્રાહિમામ પોકારી ગયા છે. પરંતુ જયારે પણ આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થાય છે, ત્યારે નેતાઓ ક્યાં ભાગી જાય છે ? અને જેવો વરસાદ બંધ થાય કે જનતા પાસે પહોંચી જાય છે. ગઈકાલે રાજ્ય સરકારના બે મંત્રીઓ પહોંચ્યા હતા. જયારે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પૂરગ્રસ્ત વિસ્તારની પરિસ્થિતિની માહિતી મેળવી હતી.
ગૃહ રાજ્યમંત્રીએ વડોદરાની પરિસ્થિતિને લઇ શું કહ્યું ?
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા (Vadodara Flood)ની સ્થિતિનો તાગ મેળવ્યા બાદ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં ધીમે ધીમે પૂરના પાણી ઓસરી રહ્યા છે અને રાજ્ય સરકારનું સંપૂર્ણ લક્ષ રાહત અને બચાવની કામગીરી ઉપર છે. વડોદરા શહેરમાં બચાવ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા આર્મીની ત્રણ, NDRF અને SDRFની સાત ટીમો કાર્યરત છે. આ ઉપરાંત અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાંથી ફાયરની નવ ટીમો વડોદરા મોકલવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે, શહેરમાં હાલમાં આરોગ્ય ટીમો દ્વારા લોકોના આરોગ્યની દરકાર લેવામાં આવી રહી છે.શહેર જિલ્લાના ૪૦ પી.એચ સી,ચાર સી.એચ સી અને ૭૨ શહેરી આરોગ્ય કેન્દ્રો અને ૧૩૫૦ આરોગ્યકર્મીઓ આ કામગીરીમાં જોડાયા છે. હર્ષ સંઘવીએ ખાનગી તબીબોને પણ આ કામગીરીમાં જોડાવવા અપીલ કરી હતી. ગૃહ રાજ્યમંત્રીએ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી નુકશાની સર્વે,બચાવ અને રાહત, આરોગ્ય,સફાઈ સંબંધિત કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. હર્ષ સંઘવીએ સિટી કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરની મુલાકાત પણ લીધી હતી.
અહીંયા પ્રશ્ન એ છે કે રહી રહીને જ કેમ દરેકને યાદ આવે છે કે લોકોને હાલાકી પડી રહી છે. વિનાશ થઇ ગયા બાદ પહોંચવાનો શું મતલબ ? વોટ માંગવા તો ચૂંટણી પહેલા પહોંચી જાઓ છે. તો પછી જયારે જનતાને ખરેખર તમારી જરૂર છે ત્યારે તમે શા માટે સમયસર પહોંચતા નથી ? તમારી ગરજે જનતાની આગળ પાછળ ફરો છો અને જયારે તેમને જરૂર હતી ત્યારે ક્યાં હતા સાહેબ ?
આ પણ વાંચો : Reliance AGM 2024 : મુકેશ અંબાણીએ લોન્ચ કર્યો Jio AI Cloud, તમને મળશે 100 GB ફ્રી ડેટા, આ છે વેલકમ ઑફર