Vadodara Flood : વડોદરામાં છેલ્લા કેટલાક દિવસમાં વરસેલા વરસાદને કારણે તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જેના કારણે લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. વડોદરાવાસીઓ ભારે વરસાદના કારણે ત્રાહિમામ પોકારી ગયા હતા. લોકોની ઘરવખરી પલળી ગઈ હતી. જેના કારણે ખુબ મોટું નુકશાન થયું હતું. હવે આ પૂર્ણ કારણે થયેલ નુકશાનના વળતરને લઈને કોંગ્રેસ શહેર પ્રમુખની આગેવાની હેઠળ કાર્યકરો સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. જ્યાં તેમણે મોટાપાયે વિરોધ નોંધાવ્યો હતો.
પોલીસ અને કોંગ્રેસ સમિતિ વચ્ચે ઘર્ષણ
આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના સભ્યોએ કલેક્ટર કચેરીએ ધામા નાખ્યા હતા. કોંગ્રેસ સમિતિના શહેર પ્રમુખની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટરને આવેદન આપવા પહોંચ્યા હતા. કોંગ્રેસ પ્રમુખ સભ્યો સાથે ત્યાં પહોંચતા જ તેમની અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જે બાદ કોંગ્રેસ સમિતિના સભ્યોએ ત્યાં ઉગ્ર દેખાવો કર્યા હતા. આ મામલે કોંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે વડોદરામાં વિશ્વામિત્રી નદી પર ગેરકાયદેસર જે દબાણ કરવામાં આવ્યા છે તે હટાવવાની માંગ કરી છે. વડોદરામાં આવેલા માનવસર્જિત પૂરમાં શહેરના નાગરિકોને જે નુકશાન થયું તેનું વળતર ચુકવવામાં આવે. અને સાથે આ ભ્રષ્ટાચારમાં જે અધિકારીઓ સંડોવાયેલા હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ત્યારે જોવાનું રહ્યું કે વડોદરામાં થયેલ આર્થિક વળતર ચુકવવામાં આવશે કે નહિ.
નારાઓ લગાવી ઉગ્ર દેખાવો કર્યા
કોંગ્રેસ સમિતિએ ‘HM, CM શરમ કરો..શરમ કરો’ અને ‘2500 આપીને પ્રજાને ભીખ ના આપો’ જેવા નારાઓ લગાવી ઉગ્ર દેખાવો કર્યા હતા. મુખ્યમંત્રી, ગૃહમંત્રી આવે તો અમને પોલીસ પકડી જાય છે. અમારો અવાજ દબાવવાનો પ્રયાસ થાય છે. 2500 રૂપિયા આપી વડોદરાની પ્રજાને ભીખ આપો છો. શહેરમાં થયેલા નુકસાનનું યોગ્ય વળતર આપો. લાઈટ બિલ અને 1 વર્ષનો વેરો પ્રજાનો માફ કરો. આ પ્રજાના ટેક્સના રૂપિયા છે. અમે આંદોલન કરીશું. મોલ, હોટલો, ભાજપના બંગલા તોડાવો.
આ પણ વાંચો : PM Modi : મહિલાઓ સામેના ગુનાઓમાં નિર્ણય જલ્દી કરો, CJIની હાજરીમાં PM મોદીની સુપ્રીમ કોર્ટના જજોને ટકોર