Vadodara Flood : વડોદરામાં આવેલા પૂરના કારણે ગુજરાતનું કહેવાતા સ્માર્ટ સિટીની પોલ ખુલી ગઈ છે. સાથે જ ગુજરાતમાં કેવા પ્રકારનો વિકાસ કરવામાં આવી રહ્યો છે તેની પણ પોલ ખુલ્લી ગઈ છે. ત્યારે વડોદરામાં ખાબકેલા વરસાદને કારણે તંત્રની કામગીરીની પોલ છતી થઇ હતી. ત્યારે હવે વડોદરામાં માત્ર 12 ઇંચ વરસાદના કારણે શહેરમાં જે હાલત થઇ તેને લઈને હવે હાલોલમાં બિરાજમાન જૈનમુનિ સૂર્યસાગર મહારાજે ભાજપ નેતાઓની, બિલ્ડરોની અને સમગ્ર વડોદરા તંત્રની આકરી ઝાટકણી કાઢી છે. તેવો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
જૈનમુનિ સુર્યસાગર મહારાજે વીડિયોમાં શું કહ્યું ?
વડોદરામાં પૂરના પાણી ભરાયા તેને લઈને હવે જૈનમુનિ સુર્યસાગર મહારાજ પણ આકરા પાણીએ છે. ત્યારે આ મામલે તેમણે કહ્યું કે, આજથી થોડાં વર્ષો પહેલાં વડોદરામાં 30 થી 35 તળાવો હતાં. જેમાં ચોમાસામાં વરસાદનું પાણી સીધું આ તળાવોમાં જતું રહેતું હતું. જેના કારણે કોઈ પણ પ્રકારની હાનિ થતી ન હતી. આ 35 તળાવો ગયાં ક્યાં ? તળાવો આ લોકો ખાઈ ગયા. વડોદરાના નેતાઓએ બિલ્ડરોને આ તળાવો ખવડાવી દીધાં છે. વડોદરા ગુજરાતનું સૌથી મોટું ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયું છે ભારતીય જનતા પાર્ટી માટે, પરંતુ આ લોકો સમજવા માગતા નથી.
વધુમાં જૈનમુનિએ આકરી ઝાટકણી કાઢતા કહ્યું કે, ભાજપનું પતન આ લોકો જ કરશે. મને નથી લાગતું કે, 2029માં કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી ફરી શાસનમાં આવી શકશે. કોંગ્રેસ મુક્ત ભારતના ચક્કરમાં કોંગ્રેસયુક્ત ભાજપ થઈ છે. એટલે કે હવે બધા કોંગ્રેસી નેતાઓ ભાજપમાં પક્ષપલટો કરી પહોંચી ગયા. સાથે જ તેમણે ધારાસભ્ય, મેયર, પૂર્વ મેયર ભરત ડાંગર, બાળુ શુકલા, સાંસદો, કમિશનર સહિતના લોકોની ભારે ઝાટકણી કાઢી છે.
સામાન્ય વરસાદમાં જો વડોદરામાં અત્યારે આટલું પાણી ભરાઈ ગયું હોય તો તમે ક્યાં હદે ભ્રસ્ટાચાર આચાર્યો હશે તે વિચારજો જરા. પહેલા આટલા વરસાદમાં ક્યારેય પાણી ભરાયા નહોતા. પરંતુ હવે તો માત્ર થોડો વરસાદ પડે અને ચારે તરફ પાણી પાણી થઇ જાય છે. ત્યારે તમારા ભ્ર્ષ્ટાચારને કારણે આ વડોદરાની જનતાને ભોગવવાનુ વારો આવ્યો છે. ત્યારે યાદ રાખજો જે સત્તા પર બેસાડે છે. તેને સત્તા છીનવતા પણ સમય લાગશે નહિ.
આ પણ વાંચો : Vinesh Phogat : વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા આજે કોંગ્રેસમાં જોડાશે, વિધાનસભા ચૂંટણી લડવાની અટકળો તેજ બની