Vadodara: વડોદરા-હાલોલ રોડ ( Vadodara-Halol road) પર જરોદ ગામ (Jarod village) પાસે ગંભીર અકસ્માત ( serious accident ) સર્જાયો હતો જેમાં એક સાથે 5 વાહનો અથડાતા દંપતીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિકજામ (traffic jam) થઈ ગયો છે. તેના કારણે હાલ પુરતો હાલ હાલોલ – વડોદરા ટોલ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ અકસ્માતને પગલે પોલીસ અને 108 ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
વડોદરા-હાલોલ રોડ પર ગંભીર અકસ્માત
પોલીસે જણાવ્યું હતુ કે, આ અકસ્માતમાં બે લોકોના મોતની પૃષ્ટી થઈ છે. અને હાલ વાહનોને હટાવવાની કામગીરી કરવામા આવી રહી છે. અકસ્માત સર્જાવા અંગે તેમણે કહ્યુ કે, સૌથી પહેલા ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયા પછી બીજા બે વાહનો વચ્ચે અકસ્માત થયો હતો. બે લોડિંગ ટ્રકો સામાન ભરેલી વચ્ચે ટક્કર થતા બંને ટ્રકો પલટી ખાઈને પડતા ઓટો રિક્ષા, ઇકો કાર અને કિયા કાર દબાઈ ગઈ છે. જેમાં કિયા ગાડીની એરબેગ ખુલી જતાં 6 લોકોનો આબાદ બચાવ થયો છે જ્યારે ઇકો કારમાં સવાર દંપતીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ સાથે કારોનો કચ્ચરઘાણ વળી ગયો છે.
હાલોલ – વડોદરા ટોલ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો
અકસ્માતને પગલે આ રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો છે. જેથી હાલ પુરતો હાલ હાલોલ – વડોદરા ટોલ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે અને હાલોલ તરફથી વડોદરા તરફ જતા તમામ વાહનોને હાઇવે ઉપર આવેલ ભાથીજી મંદિર અને CNG પમ્પ પાસેથી જરોદ ગામમાં અને ગામમાંથી પુનઃ હાઇવે ઉપર ડાઇવર્ટ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : રામ રાખે તેને કોણ ચાખે! વાયનાડ ભૂસ્ખલન દુર્ઘટનાના 5 દિવસ પછી 4 બાળકોનો ચમત્કારિક બચાવ