vadodara: શહેરમાં સામાન્ય વરસાદમાં જ ગરનાળાઓ થયા બંધ, જાણો આ મામલે કોર્પોરેટરે શું કહ્યું ?

June 30, 2024

vadodara:  વડોદરાના (vadodara) છાણી – બાજવા રોડ પર રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા અવાર જ્વર બંધ થઇ. વાહન વ્યવહાર બંધ થતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો. સામાન્ય વરસાદમાં જ ગરનાળું ભરાઈ જતા વોટર પંપ મૂકી પાણી ખાલી કરવાની માંગ ઉઠી.

સામાન્ય વરસાદમાં જ ગરનાળાઓ થયા બંધ

વડોદરા સહીત રાજ્યમાં ઠેર ઠેર મેઘગર્જના સાથે વરસાદ વરસી રહ્યો છે.જેમાં વડોદરા શહેરમાં પણ સામાન્ય વરસાદનું આગમન થયું છે. પરંતુ હજી તો સામાન્ય વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારો પાણી પાણી થઇ ગયા. જેને કારણે સામાન્ય વરસાદમાં લોકોની મુશ્કેલી વધી ગઈ છે.જેમાં પણ ખાસ કરીને ગરનાળા સામાન્ય વરસાદમાં જ બંધ થઇ ગયા.હાલ તો છાણી – બાજવા રોડ પર રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે.જેથી વોટર પંપ મૂકી પાણી ખાલી કરવામાં આવે માંગ કરવામાં આવી રહી છે.

vadodra rain

આ મામલે કોર્પોરેટરે શું કહ્યું ?

આ મામલે કોર્પોરેટર હરીશ પટેલે નિવેદન આપ્યું હતું કે, “વારંવાર વરસાદની ઋતુમાં સામાન્ય વરસાદ પડે એટલે છાણી બાજવા રોડ, બાજવા ગરનાળું બંધ થઇ જાય છે. જેના માટે અમે સામાન્ય સભામાં અને બજેટમાં ઓવરસીઝ મુકવા માટે માંગણી કરી છે. જેની સામે અમને આ અંગે બાંયધરી પણ આપવામાં આવી છે. અને હાલ તો વરસાદી પાણીને પંપ દ્વારા ખાલી કરવાની કામગીરી ચાલી રહી છે.”

આ  પણ વાંચો : Surat માં વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

Read More

Trending Video