Vadodara : પશ્ચિમ બંગાળના કોલકાતાની મેડિકલ કોલેજમાં (Kolkata Medical College) ટ્રેઇની મહિલા ડોક્ટરની દુષ્કર્મ બાદ ક્રૂરતા પૂર્વક હત્યા (Kolkata Doctor Murder Case) કરી નાખવામાં આવતા દેશભરના તબીબોમાં (doctors) ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ન્યાયની માંગણી સાથે દેશભરના તબીબો (doctors) હવે રસ્તા પર ઉતર્યા છે ત્યારે આ ઘટનાના પડઘા ગુજરાતમાં (Gujarat) પણ પડ્યા છે. રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં તબીબો વિરોધ નોંધાવી રહ્યા છે અને કામગીરીથી અડઘા રહ્યા છે ત્યારે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં (SSG hospital) રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરોએ અગાઉ શાંતિ પૂર્વક કેન્ડલ માર્ચ યોજી પીડિતાને ન્યાય આપવા અને દોશી તો સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી.જે બાદ આજે તમામ તબીબોએ હડતાળ પાડી કામગીરીથી અળગા રહ્યા છે.
વડોદરાની SSG હોસ્પિટલના તબીબો અચોક્કસ મુદતની હડતાળ ઉતર્યા
પશ્ચિમ બંગાળમાં મેડિકલ કોલેજમાં મહિલા તબિયત સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા કરવામાં આવી હોવાના બનાવે રાજ્યભરમાં ભારે ચકચાર જગાવી છે. ત્યારે આ ઘટનાને લઈને રેસીડેન્ટ અને ઇન્ટર્ન તબીબો માં ભારે રોષ ફેલાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી મૃતક તબિયતના પરિવારને ન્યાય આપવાની માંગ સાથે તબીબો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, તેના ભાગરૂપે શુક્રવારે વડોદરાની એસએસજી હોસ્પિટલના તબીબોએ ઓલ ગુજરાત રેસિડેન્ટ એસોસિએશનના આહવાન ઉપર હડતાળ પાડી છે. અને ઈમરજન્સી સેવા સિવાય અન્ય કામગીરીથી અડઘા રહ્યા છે.
હડતાળ મામલે હોસ્પિટલના સુપરીટેન્ડેન્ટ ડોક્ટરનું નિવેદન
તબીબોની આ હડતાળ મામલે સયાજી હોસ્પિટલના સુપરીટેન્ડેન્ટ ડોક્ટર રંજન ઐયરએ જણાવ્યું હતુ કે, હડતાલ પર ઉતરેલા ડોક્ટરોની જગ્યાએ અન્ય કાયમી ડોક્ટર અને પ્રેક્ટિસનરની તમામ રજાઓ કેન્સલ કરી સયાજી હોસ્પિટલની ઓપીડીમાં તાત્કાલિક સારવાર માટે જોતરવામાં આવ્યા છે વધુમા તેમણે કહ્યું હતુ કે, સમગ્ર ગુજરાતના રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરો કલકત્તામાં જે જગન્ય અપરાધ થયો તેના પછી ડોક્ટરોની અહિંસક રેલી પર અસામાજિક તત્વો દ્વારા હિંસક હુમલો થયો તે ઘટના મામલે રોષ વ્યક્ત કરવા માટે તબીબો આકરુ પગલુ ભરી રહ્યા છે. અમે તેમને સમજાવાવની કોશિશ કરી હતી પરંતુ તેઓ આવેદન આપી આજે સવારે 8 વાગ્યથી હડતાલ કરી રહ્યા છે. તેઓ જણાવ્યું હતુ કે, રુટીન કામગીરી તેઓ નહં કરે માત્ર ઈમરજન્સી સેવા આપશે. આ અચોક્કસ મુદતની હળતાલ છે તેવું તેમણે જણાવ્યું છે. એટલે મે વડા સાથે વાતચીત કરીને હોસ્પિટલમાં વ્યવસ્થા રાખવાના તમામ પ્રયાસ કરી રહ્યા છીએ, 15 ઓગસ્ટ પછીની રજા પછીનો દિવસ છે તેથી દર્દીઓ વદારે આવી રહયા છે અને તબીબોની હડતાળને પગલે દર્દીઓને હાલાકી પડી રહી છે. તેમજ ડોક્ટરોની જગ્યાએ અન્ય કાયમી ડોક્ટર અને પ્રેક્ટિસનરની તમામ રજાઓ કેન્સલ કરી સયાજી હોસ્પિટલની ઓપીડીમાં તાત્કાલિક સારવાર માટે જોતરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Gandhinagar: કોલકત્તા કાંડને લઈને ગાંધીનગર GMERS નો અજીબ નિર્ણય, પાટનગરમાં જ મહિલાઓની સુરક્ષા સામે ઉઠ્યા સવાલો