Vadodara Crocodile Rescue: વડોદરાવાસીઓ પર પૂર બાદ હવે મગરનો ખતરો! ખૂંખાર મગર લોકોના ઘરમાં ઘૂસી જતા લોકોમાં ફફડાટ

August 29, 2024

Vadodara Crocodile Rescue: વડોદરામાં (Vadodara) વિશ્વામિત્રી નદીએ (Vishwamitri River) તારાજી સર્જી છે. આજવા સરોવરમાંથી (Ajawa Sarovar) પાણી છોડાતા વિશ્વામિત્રી નદીમાં પુર આવ્યું હતું. જેથી શહેરમાં ઠેર ઠેર વિશ્વામિત્રી નદીના પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘરોમાં નદીના પાણી ઘુસી ગયા છે ત્યારે આ નદીના પાણીની સાથે મગરો (Crocodile) પણ શહેરમાં આવી ગયા છે. અત્યારે લોકોના ઘરોમાંથી તો ક્યાંક રસ્તાઓ પર મગર ફરતા જોવા મળે છે. જેના કારણે લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. ત્યારે કહી શકાય કે, વડોદરાવાસીઓના માથેથી પૂરનું સંકટ ટળતા હવે મગરનુ જોખમ સર્જાયું છે.

Vadodara Crocodile Rescue

વડોદરામાં પુર બાદ મગરનું સંકટ

હાલ આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવતા વિશ્વામિત્રી નદીની જળ સપાટી માં ઘટાડો નોંધાયો છે ત્યારે લોકોના ઘરમાં ભરાયેલા પાણી હવે ઓસરી રહ્યા છે. ઘરમાંથી પાણી ઉતરતાની સાથે જ બીજી સમસ્યા લોકો સામે આવી છે. વિશ્વામિત્રી નદીના મહાકાય મગરો લોકોના ઘરમાં આશરો લઈ બેઠા હતા તે સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ વડોદરાના નરહરી હોસ્પિટલ પાસે આવેલ કામનાથ નગરીમાં એક 15 ફૂટનો વિશાળ કાય મગર ઘરમાં ઘૂસી આવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. મગર આવ્યાની જાણ ખાનગી સંસ્થા અને વન વિભાગને કરવામાં આવતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને વિશાળ કાય મગરને રેસ્ક્યુ કરી તેને તેન સુરક્ષિત સ્થાને છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

સમા વિસ્તારમાં 10 ફૂટ લાંબા મગરનું કરાયું રેસ્ક્યું

બીજી તરફ સમા વિસ્તારમાં 10 ફૂટ લાંબો મગર રસ્તા ઉપર આવી ગયો હોવાની જાણ થતાં વન વિભાગ ની ટીમ દ્વારા ખાનગી સંસ્થાને સાથે રાખી સમા વિસ્તાર પહોંચી હતી અને મહાકાય મગરને રેસ્ક્યુ કરી તેના સુરક્ષિત સ્થળે ખસેડ્યો હતો. મગર એટલો ભયાનક હતો કે તેને રેસ્ક્યુ કરવામાં વન વિભાગ અને ખાનગી સંસ્થાના કર્મચારીઓને મગરને રેસ્ક્યુ કરવામાં પરસેવો છૂટી ગયો હતો. એક કલાકની જહેમત બાદ મગર અને રેસ્ક્યુ કરી સહી સલામત ખસેડવામાં આવ્યો હતો. આમ છેલ્લા 24 કલાકમાં વડોદરા શહેરમાંથી ત્રણ મગર રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

Vadodara Crocodile Rescue

વડોદરામાં જ કેમ મગરનો ખતરો હોય છે ?

મહત્વનું છે , વડોદરા મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વર્ષોથી મગરો વસવાટ કરે છે.જે્થી વિશ્વામિત્રી નદીને મગરોનું ઘર કહેવાય છે.વન વિભાગ અનુસાર, વડોદરામાં 350 થી 450 જેટલા મગર છે, જ્યારે આજુ બાજુ નદી, તળાવ સહિતની મગરોની સંખ્યા 1000 કરતા પણ વધારે છે. જ્યારે પણ નદીમાં પુર આવે છે ત્યારેન આ મગરો નદીની બહાર રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોય છે. મગર આવી જતા વન વિભાગ અને મગરનું રેસ્કયું કરતી સંસ્થા દ્વારા મગરોનું રેસ્કયું પણ કરવામા આવતું હોય છે પરંતુ ક્યારેક કેટલાક માણસો આ મગરનો શિકાર પણ બની જતા હોય છે. જેથી શહેરમાં ખુલ્લેઆમ મગરો ફરવાને કારણે લોકોમાં ભયની સ્થિતિ ઉભી થતી હોય છે ત્યારે હાલ વડોદરાવાસીઓ પણ મગરોના ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.

આ પણ વાંચો : જેલની હવા ખાધા બાદ ગુંડાગીરી કરતા ભાજપના નેતા વિજય સુવાળાના બદલાયા ‘તેવર’, માફી માંગતા કહ્યું- આક્ષેપ ખોટા હતા મારી જીભ લથળી ગઈ

Read More

Trending Video