Vadodara Corporation : વડોદરામાં રહી રહીને જાગ્યું તંત્ર, હવે વિશ્વામિત્રી નદીની આસપાસના દબાણો દૂર કરવા અપાઈ નોટિસ

September 25, 2024

Vadodara Corporation : વડોદરા શહેરમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ ઉભી થઇ ગઈ. વડોદરાવાસીઓ ભૂખ્યા તરસ્યા ઘરમાં પૂરાઈ રહ્યા. શહેરમાં ઘરોમાં પાણી ઘુસી જતા લોકોની ઘરવખરીને ભારે નુકશાન થયું. જયારે લોકો ઘરોમાં ફસાયા હતા ત્યારે એક પણ નેતા ફરક્યા નહિ અને જે બાદ નેતાઓ પહોંચ્યા તો ત્યાં લોકોએ તો તેમને ધુત્કારીને કાઢી મુક્યા. પછી શહેરમાં પૂરના પાણી ભરાવાને લઈને અનેક પ્રશ્નો તંત્ર સામે ઉભા થયા. વડોદરા તંત્રનો ભ્રષ્ટાચાર પૂરના પાણીને કારણે છતો થયો. વિશ્વામિત્રી નદીની આસપાસ ગેરકાયદેસર બાંધકામ બ્યુટીફિકેશનના નામે ઉભા કરી દેવામાં આવ્યા. હવે રહી રહીને તંત્રને આ મામલે ભાન થયું છે. અને કેટલી જગ્યાએ જગ્યા ખાલી કરવાની નોટિસ પાઠવી છે.

વિશ્વામિત્રી નદી પાસેના ક્યા દબાણો દૂર કરવામાં આવશ ?

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદી ઉપરના દબાણો દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરવા માટે કવાયત હાથ ધરી હતી. દરમિયાન વેમાલીથી વડસર સુધીના નદી ઉપર સર્વે કર્યા બાદ અગોરા મોલના ક્લબ હાઉસ સહિત 10 જેટલા દબાણ કારોને 72 કલાકની મહેતલ આપતી નોટિસ આપવામાં આવી છે. જો દબાણકારો દ્વારા યોગ્ય જવાબ આપવામાં નહીં આવે તો શુક્રવારથી પાલિકા દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

આ મામલે વડોદરા મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, વિશ્વામિત્ર નદી ઉપર જણાઈ આવેલા દબાણમાં અગોરા મોલનું ક્લબ હાઉસ, રિટર્નિંગ વોલ, સ્મૃતિ મંદિર, મેરીલેન્ડ, ગ્લોબલ સ્કૂલ, કારેલીબાગ એસ્ટેટની એક બે દુકાનો, કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ, કારેલીબાગ વિષ્ણુકુંજ સોસાયટી દ્વારા માર્જિનની જગ્યામાં થયેલા દબાણો સહિતના ગેરકાયદે બાંધકામોનો સમાવેશ થાય છે.

શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં 26 ઓગસ્ટે વિનાશક પૂર આવ્યું હતું. આ પૂર બાદ શહેરીજનોમાં પ્રચંડ રોષ ભભૂકી ઉઠ્યો હતો. ભારે રોષના પગલે રાજ્ય સરકાર હચમચી ઉઠી હતી. દરમિયાન સરકારે વિશ્વામિત્રી નદીના પૂરના પાણી અટકાવવા માટે તાબડતોબ રૂપિયા 1200 કરોડની પણ મંજૂરી આપી દીધી હતી. વડોદરાની જનતાએ નેતાઓને તેમનો આક્રોશ બતાવી દીધો. અને જે બાદ તંત્ર અને સરકાર અચાનક દોડતા થયા અને હવે આ પ્રકારના નિર્ણયો લઈને જનતાને રીઝવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોTirupati Controversy : જ્યોતિષ પીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજીનું તિરૂપતિ પ્રસાદ વિવાદમાં મોટું નિવેદન, શું કહ્યું જાણો ?

Read More

Trending Video