જેણે મત નથી આપ્યા તેમના કામ કરવાની જરુર નથી, જ્યાંથી મત મળે ત્યાં જ કામ કરો: Vijay shah

June 17, 2024

Vadodara : દેશમાં લોકસભા ચૂંટણીના (Loksabha Election) પરિણામ આવી ગયા છે, અને NDAની સરકાર બની ગઈ છે. ત્યારે આ ચૂંટણીમાં ગુજરાતમાં  (Gujarat) ભાજપનું (BJP) તમામ સીટો પર 5 લાખની લીડથી જીતનું સ્વપ્નુ રોળાયું છે. કોંગ્રેસે ગુજરાતમાં એક સીટ જીતીને ભાજપના સપના પર પાણી ફેરવું વાળ્યુ છે. તેમજ અનેક કારણો સર લોકોએ ભાજપને લીડ પણ આશા કરતા ઓછી મળી છે.ત્યારે વડોદરા (Vadodara ) શહેર ભાજપ પ્રમુખ ડો વિજય શાહે લોકશાહી માટે શરમજનક નિવેદન આપ્યું છે.

વડોદરા (Vadodara) શહેર BJP પ્રમુખનું વિવાદિત નિવેદન

વડોદરાના લોકસભાના સાંસદ ડો હેમાંગ જોશીનો ખાનગી પાર્ટી પ્લોટ ખાતે સન્માન સમારોહ યોજાયો હતો.  જેમાં શહેર પ્રમુખ વિજય શાહે વિવાદિત નિવેદન આપ્યું હતું. વિજય શાહે કહ્યું કે, મત ન મળ્યા હોય એ વિસ્તારમાં ગ્રાન્ટ ન ફાળવવી જોઈએ. જે વિસ્તારમાંથી મત નથી મળતા ત્યા કામ કરવાની જરુર નથી.રાવપુરા વિધાનસભામાં વર્ષો અમુક બુથમાં ભાજપા ને મત મળતાજ નથી. તેમણે  પ્રજાના પ્રતિનિધિઓને કહ્યું કે તમારે વિચારવું જોઇએ કે ક્યાં વિસ્તારમાં કામ કરવાની અગ્રીમતા તમારે અપવાની જરુર છે, આપણા બજેટના રૂપિયા ન વપરાય તેવા વિસ્તાર માંથી પંદર વર્ષથી મત મળતા નથી.  બજેટના રૂપિયા ક્યા વપરાય અને ક્યા ન વપરાય તેનું ધ્યાન રાખવાની જરૂર છે.

ભાજપ પ્રમુખના નિવેદનથી રાજકારણમાં ભારે ગરમાવો

વડોદરા શહેર ભાજપ પ્રમુખની ચૂંટાયેલા સભ્યોને વિવાદાસ્પદ સુચના આપતા રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. વિજય શાહે સાંસદના સન્માન સમારોહ કાર્યક્રમમાં ચૂંટાયેલા સભ્યોને સંબોધીને સૂચના આપતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. ડૉ.વિજય શાહે મતદાતાઓ સાથે ભેદભાવવાળું નિવેદન આપતા લોકો ભાજપ પ્રમુખની ટીકા કરી રહ્યા છે.

શું ભાજપના નેતાઓને સત્તાનો નશો ચઢી ગયો છે ?

મહત્વનું છે કે, વિજય શાહે આ નિવેદનલોકસભા સાંસદ હેમાંગ જોશીની હાજરીમાં આપ્યું છે ત્યારે ભાજપ પ્રમુખના આ નિવેદન અંગે ભાજપના નેતાઓ કેમ ચૂપ છે તે પણ સવાલ થઈ રહ્યો છે. શું મત ના મળ્યા હોય તે વિસ્તારમાં પ્રતિનિધિઓને કામ કરવાની ફરજ નથી ? આતો કેવી લોકશાહી કહેવાય કહેવાય ?  શુ ભાજપના નેતાઓને સત્તાનો એટલો બધો નશો ચઢી ગયો છે કે, તેઓ આ પ્રકારનું નિવેદન આપી રહ્યા છે.  વડોદરામાં ભાજપ સરકારની જીત થઈ પરંતુ વધુ મત ન મળ્યા તેના કારણે પ્રજાનું કામ ન કરીને હેરાન કરવાનું ભાજપનું આ વલણ કેટલું યોગ્ય કહેવાય ?

આ પણ વાંચો : Pavagadh: પાવાગઢમાં જૈન મૂર્તિઓ ખંડિત થતા જૈન સમાજમાં આક્રોશ, જવાબદારો સામે કાર્યવાહી કરવાની ઉઠી માંગ

Read More

Trending Video