Vadodara: મુખ્યમંત્રીની મુલાકાત વખતે સબ સલામત અને ગુડ વર્ક બતાવતા તંત્રએ પહેલા જ આટલી કાળજી રાખી હોત તો લોકોના રોષનો સામનો ના કરવો પડ્યો હોત..!

August 30, 2024

CM Bhependra Patel in Vadodara: ગુજરાતમાં (Gujarat) ચાર દિવસથી પડી રહેલા ભારે વરસાદને (Heavy rain) કારણે હાહાકાર મચી ગયો છે. પૂરમાં ફસાયેલા લોકોનો જીવ બચાવવાનો સંઘર્ષ ચાલુ છે, ગુજરાતમાં સૌથી ખરાબ પરિસ્થિતિ વડોદરાની (Vadodara) થઈ છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીએ (Vishwamitri River) રૌદ્ર સ્વરૂપ દાખવતા નદીની આસપાસના વિસ્તારો સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે. આ સાથે શહેરના સયાજીગંજ, હરણી, સમા, વડસર, કલાલી સહિત અનેક વિસ્તારોમાં હજુ પણ પરિસ્થિતિ ખરાબ છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું અને તેમને સરકારી શાળામાં સ્થાન આપવામાં આવ્યું છે. પુરગ્રસ્ત વિસ્તારમાં તારાજી હોવાથી લોકો લાઈટ, પાણી અને જમવા જેવી સુવિધાઓથી વંચિત છે. બીજી તરફ તંત્ર દ્વારા પણ લોકોને સહાય ન મળતા વડોદરાવાસીઓમાં ભારે રોષ છે. ગઈ કાલે હર્ષ સંઘવી જ્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોચ્યા ત્યારે તેમને પણ પ્રજાના રોષનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે મોડૂી સાંજે રાજ્યના મુખ્યમંત્રી ભેપેન્દ્ર પટેલ શહેરની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા.

Sarita 1 2024 08 30T100104.542

મુખ્યમંત્રી ભેપેન્દ્ર પટેલ વડોદરાની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા પહોંચ્યા

ભૂપેન્દ્ર પટેલે વડોદરાની મુલાકાત લઇ ભારે વરસાદને કારણે ઉભી થયેલી સ્થિતિ અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા રાહત કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.ભારે વરસાદ બાદ વિશ્વામિત્રી નદીના પૂર વડોદરા શહેરમાં ફરી વળવાથી સર્જાયેલી સ્થિતિથી અસરગ્રસ્ત લોકો માટે કરાયેલી વ્યવસ્થાઓનું આશ્રય સ્થાન ઉપર જઇ નિરીક્ષણ પણ કર્યું હતું. ત્યાં તેમણે આપત્તિગ્રસ્તોના ક્ષેમકુશળ પણ પૂછ્યા હતા.

Chief Minister Bhependra Patel's visit to Vadodara

બેઠક બાદ મુખ્યમંત્રીએ શું કહ્યું ?

ત્યાર બાદ તેમને અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં વડોદરા શહેર તથા જિલ્લામાં સ્વચ્છતા, આરોગ્ય, વીજળી અને માર્ગોના કામોને અગ્રતા આપવા સંબંધિત અધિકારીઓને મુખ્યમંત્રીએ આ બેઠકમાં સૂચના આપી હતી.મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, વડોદરા શહેર અને જિલ્લામાં અસરગ્રસ્ત પરિવારોને કેશ ડોલ્સ ચુકવણી ,ઘરવખરી, મકાન નુકસાનીના સર્વે માટે 90 ટીમો કાર્યરત કરવામાં આવી છે.આ ઉપરાંત કૃષિ પાકોની નુકસાનીના સર્વે માટે ૫૨ (બાવન) ટીમો કાર્યરત છે.ભારે વરસાદને કારણે વડોદરા શહેર જિલ્લામાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો.જે ઝડપભેર પૂર્વવત કરવામાં આવી રહ્યો છે. વધુમાં તેમણે ઉમેર્યું હતુ કે, વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં પૂર અસરગ્રસ્તોને 2.74 લાખ ફૂડ પેકેટ તેમજ 1.07 લાખ પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું છે.હજુ પણ તબક્કાવાર રાહત સામગ્રી જરૂરતમંદો સુધી પહોંચાડવામાં આવશે.

CM Bhependra Patel in Vadodara

 તંત્રની નિષ્કાળજીનો ઢાંકવાનો પ્રયાસ

મહત્વનું છે કે, વડોદરાનું આ પુર કુદરતી નહિ પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ સર્જિત હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. સબ સલામતની વાતો કરતા નેતાઓને પુર બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં જતા લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ અને વાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલને ગઈ કાલે પ્રજાના રોષનો ભોગ બનવું પડ્યું હતુ ત્યારે ગઈ કાલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીને પણ લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે વડોદરાના તંત્રની નિષ્કાળજીનો ઢાંકવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે અને લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રીને ન માત્ર પુર બાદની સ્થિત ઉપર લક્ષ્ય કેન્દ્રિત કરવાની જરુર છે પરંતુ તંત્રને પણ સુધારવાની જરુર છે. આ પરિસ્થિતિ કેમ સર્જાઈ તેનાથી લોકો અજાણ નથી ત્યારે હવે જો લોકોના રોષની અવગણા થશે આગળ શું પરિસ્થિત સર્જાશે તેનો કદાચ અંદાજ પણ લગાવી નહીં શકાય..

આ પણ વાંચો :  Cyclone Alert: કચ્છમાં વાવાઝોડાની આગાહીને પગલે મુખ્યમંત્રીએ કચ્છ જિલ્લા કલેક્ટર સાથે કરી સમીક્ષા, જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ લોકોને કર્યું આ સુચન

Read More

Trending Video