Vadodara :વડોદરામાં (Vadodara)તાજેતરમાં વિશ્વામિત્રી નદીમાં (Vishwamitri River) આવેલા પૂરના કારણે લોકોમાં તંત્ર સામે રોષ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે મનપાના (VMC) શાસકો લાજવાને બદલે પ્રજા પર જ ગાજી રહ્યા છે. ભ્રષ્ટ તંત્રના પાપે વડોદરાવાસીઓને હાલાકી વેઠવી પડી રહી છે. આ અંગે અગાઉ બે કોર્પોરેટરોએ તો ભૂલ સ્વીકારી અને માફી પણ માંગી હતી અને સત્તાધીશો પર આરોપ પણ લગાવ્યા હતા ત્યારે હવે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીએ લોકોને એવી શીખામણ આપી દીધી કે, તેના કારણે વડોદરામાં વાસીઓમાં વધારે રોશ ભભૂકી ઉઠ્યો છે. ડો. શિતલ મિસ્ત્રી લોકોને ટ્યુબ-તરાપા વસાવી લેવાની સલાહ આપી હતી અને તંત્ર પર આક્ષેપ કરવાના બદલે આવા વરસાદ સાથે જીવતા શીખી જવાની શિખામણ આપી હતી. ત્યારે ચેરમેન શીતલ મિસ્ત્રીના નિવેદન બાદ ઠેર ઠેર વિરોધના સુર ઉઠી રહ્યા છે.
VMC ના ચેરમેન શીતલ મિસ્ત્રીના નિવેદનથી વિવાદ
વડોદરા સ્ટેન્ડિંગ ચેરમેને એક હાસ્યાસ્પદ કહી શકાય તેવી શીખામણ વોદરાવાસીઓને આપી હતી. અને કહ્યુહતુ કે, નાગરિકોએ તંત્ર પર આક્ષેપ મૂકવાને બદલે તૈયારી રાખવી પડશે.‘લોકોએ પોતાને સુરક્ષિત રાખવા ઘરમાં એક ટ્યુબ રાખવી જોઈએ. મોટી સોસાયટીઓમાં એક તરાપો અને દોરડા રાખવા જોઈએ, ઈમરજન્સી લાઈટ રાખવી જોઈએ. વિશ્વામિત્રી પ્રોજેક્ટ તૈયાર ના થાય ત્યાં સુધી ભારે વરસાદ જોડે રહેતા નાગરિકોએ શીખવું પડશે.
વિપક્ષે ચેરમેન શીતલ મિસ્ત્રીના નિવેદનને વખોડ્યું
ચેરમેન શીતલ મિસ્ત્રીના નિવેદનથી વિવાદ વકર્યો છે ત્યારે વિપક્ષના નેતા અમિ રાવતે સત્તાધારી પક્ષના નિવેદનને વખોડ્યું હતું. તેમણે જણાવ્યું હતુ કે, ભાજપના 30 વર્ષના શાસનમાં ભ્રષ્ટાતાર, અનગઢ આયોજન અને પ્લાનિંગના અભાવના કારણે વડોદરાની વિશ્વામિત્રી નદી કાસમાં ફેરવાઈ ગઈ છે. કાસો પુરાઈ ગઈ છે. અનેક ઠેકાણે દબાણો થયા છે. આ ‘30 વર્ષમાં વડોદરામાં 15 વખત પૂર આવ્યું છે પરંતું હજુ સુધી શાસક પક્ષે કોઈ આયોજન નથી કર્યું અને હવે શાસક પક્ષના પદાધિકારીઓ સુફિયાણી સલાહ આપે છે કે પોતાના સ્વબચાવ માટે તરાપા અને ટ્યુબ વસાવી લેવાની.એનો અર્થ એવો થાય છે કે, શાસક પક્ષે હવે હાથ અધ્ધર કરી દીધા છે. ભવિષ્યમાં પણ આ પ્રકારના પૂર આવવાના છે તે નિશ્વિત છે. તેનું કારણ છે કે, 30 વર્ષમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટનો એક પ્રપોઝલ પ્રોજેક્ટ બન્યો નથી.જાહેરાતો ઘણી બધી થઈ તેના નામે ચૂંટણી લડાઈ,તેના નામે રાજકારણ થયું, ચૂંટણીઓ લડાઈ પણ આ મુદ્દે કોઈ કામગીરી થઈ નથી. જ્યારે પીએમ મોદી વડોદરામાં આવ્ય્યા ત્યારે તેમણે કહ્યુ હતુ કે, મા વિશ્વામિત્રીએ બોલાવ્યા છે તો પીએમ મોદી એક પણ પ્રપોઝલ મંગાવી નથી શક્યા. ભૂપેન્દ્ર પટેલે 1200 કરોડની જાહેરાત કરી પરંતુ બરોડામાં કોઈ પ્રોઝેક્ટ તૈયાર નથી તો 1200 ક્યાં વપરાવાના છે ? જો તમારે સાચે વડોદરા માટે કંઈ કરવું હોય તો અહીં દબાણો ખોલવાની જરુર છે. આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે, ‘સ્વબચાવ જાતે કરવાનો તો નાગરિકો પાસેથી ટેક્સ શેના માટે લો છો? તમામ અધિકારીઓએ પોતાની જવાબદારી સ્વીકારીને રાજીનામા આપી દેવા જોઈએ.’
સામાજિક કાર્યકર ટાયરની ટ્યુબ અને દોરડા લઈને કોર્પોરેશન પોહોચ્યા
ચેરમેન શીતલ મિસ્ત્રીના નિવેદન બાદ સામાજિક કાર્યકર ટાયરની ટ્યુબ અને દોરડા લઈને કોર્પોરેશન પોહોચ્યા હતા અને પાલિકા કચેરીમાં વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ‘હવે પોતે જ પોતાની રક્ષા કરવી પડશે સત્તાધીશો વડોદરાને ડૂબાડશે. જનતાને ડૂબાડનાર સત્તાધીશોમાં ગેરકાયદે બંધાયેલા દબાણો દૂર કરવાની તાકાત નથી.’
આ પણ વાંચો : PM Modi ગ્રેટર નોઈડામાં ઈન્ડિયા એક્સ્પો માર્ટ ખાતે પહોંચ્યા, સેમિકોન ઈન્ડિયા એક્સપોનું કર્યું ઉદ્ઘાટન