Vadodara Case : વડોદરા સામુહિક દુષ્કર્મના આરોપીઓની ઓળખ પરેડ કરાઈ, રિમાન્ડ માટે કોર્ટ સમક્ષ કરાયા રજુ

October 8, 2024

Vadodara Case : વડોદરાના ભાયલીમાં બીજા નોરતાની રાત્રે સગીરા સાથે સામુહિક દુષ્કર્મની ઘટના બની હતી. આ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તેના પડઘા પડ્યા છે. અને તેના કારણે પોલીસ અને ગૃહવિભાગની કામગીરી પર સવાલો ઉભા થયા હતા. જેના કારણે હવે આ મામલે સતત તાપસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ગઈકાલે 5 આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. હવે આજે આ મામલે આરોપીઓની ઓળખ પરેડ હાથ ધરાઈ હતી. આ ઓળખ પરેડ બાદ આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ મેળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજુ કરાયા છે. સાથે જ કોર્ટમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રજુ કરતા તંગદિલી ભર્યો માહોલ જોવા મળ્યો હતો. આ સમયે રોષે ભરાયેલા વકિલોએ આરોપીઓનો ટપલી દાવ કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

ભાયલીમાં સગીરા પર થયેલા સામુહિક દુષ્કર્મ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ત્રણ બળાત્કારી સહિત પાંચની ધરપકડ કરી છે. સામુહિક બળાત્કારની આ ચકચારી ઘટનાને વડોદરા શહેરથી લઇ સમગ્ર રાજ્યમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સગીરા પર બળાત્કાર ગુજારનાર નરાધમોને ફાંસીની સજા આપવાની માગ સાથે જાહેરમાં પ્રજાને હવાલે કરી સજાની પણ માંગ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોVadodara Case : વડોદરા સામુહિક દુષ્કર્મ મામલે SIT ની રચના કરવામાં આવી, આ SIT માં ક્યા અધિકારીઓનો સમાવેશ કરાયો ?

Read More

Trending Video