Vadodara Case : વડોદરા દુષ્કર્મના આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર, ઘટનાની દરેક બાબતે તાપસ હાથ ધરાશે

October 8, 2024

Vadodara Case : વડોદરામાં દુષ્કર્મની ઘટના મામલે ગુજરાતભરમાં રોષ જોવા મળી રહ્યો છે. વડોદરાના ભાયલીમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મની ઘટના બની હતી. આ ઘટનામાં ગુજરાત પોલીસ અને ગૃહ રાજ્યમંત્રીની પણ સતત ટીકા થઇ રહી હતી. જેના કારણે આ મામલામાં તપાસનો ધમધમાટ ચાલુ થયો. ગઈકાલે આ મામલે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓને આજે ઓળખ પરેડ પણ કરવામાં આવી હતી. આ મામલે આરોપીઓની પૂછપરછ કરવા રિમાન્ડ માટે અરજી કરવામાં આવી હતી. જેમાં કોર્ટ દ્વારા આરોપીઓના માત્ર 3 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. વડોદરા કેસમાં આરોપીઓના કપડાં, મોટરસાઇકલ, અને ઘટનાની જગ્યાના વિસ્તારમાં રેકી કરવા આ દરેક બાબતે તાપસ હાથ ધરવામાં આવશે. સાથે જ પોલીસ કહ્યું છે કે બને તેટલી વહેલી ટકે ચાર્જશીટ રજુ કરવામાં આવશે. આ કેસના તમામ પાસાઓ પર પોલીસ તપાસ હાથ ધરશે. આરોપીને કડકમાં કડક સજા થાય તે પ્રકારના પુરાવાઓ એકત્રિત કરવામાં આવશે.

Read More

Trending Video