Vadodara Case : વડોદરા ભાયલીના ચકચારી સામુહિક દુષ્કર્મ મામલે હવે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ કેસમાં હવે વડોદરા પોલીસ દ્વારા આ કેસમાં હવે SIT ની રચના કરવામાં આવી છે. વડોદરા રૂરલ પોલીસ દ્વારા આ કેસમાં આરોપીઓની કસ્ટડી મેળવી છે. હવે આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે હવે આ મામલે રોજ કોઈને કોઈ ખુલાસાઓ થઇ રહ્યા છે.
સામુહિક દુષ્કર્મ મામલે SIT ની રચના
વડોદરામાં ભાયલી વિસ્તારમાં 4 ઓક્ટોબરના રોજ એક સગીરા સાથે જે સામુહિક દુષ્કર્મની ઘટના બની હતી જે ઘટનામાં વડોદરા સીટી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જે આરોપીઓને વડોદરા તાલુકા પોલીસને સોંપવામાં આવ્યા છે. વડોદરા રેન્જ આઇજી દ્વારા સામુહિક દુષ્કર્મ કેસમાં SIT ની રચના કરવામાં આવી છે જેમાં DYSP, 2 PI, 2 PSI, 4 અનુભવી રાઈટરનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે હાલમાં SIT ની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.. આ આરોપીઓને પોલીસ દ્વારા ઓળખ પરેડ માટે કોર્ટ લાવવામાં આવ્યા હતા. જેમાં મામલતદાર સમક્ષ આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે આ ઘટનામાં લોકો દ્વારા આરોપીઓને ફાંસીના માચડે લટકાવી દેવાની માંગ પણ કરવામાં આવી હતી.
SITમાં ક્યા અધિકારીઓનો સમાવેશ ?
આ SITની ટીમમાં DYSP બી.એચ ચાવડા, LCB PI કૃણાલ પટેલ, SOG PI જે.એમ ચાવડા, SP રીડર, PSI વિરામ લાંબરીયા, PSI જે.યુ ગોહિલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે આ ટીમને તપાસમાં કોઇ ક્ષતિ ન રહે તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા મોનિટરીંગ કરવામાં આવનાર છે. જ્યારે ઘટના બની ત્યારે ભાયલી ગામના પૂર્વ સરપંચ દર્પણ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે આ સામુહિક દુષ્કર્મના આરોપીઓની જે પણ બાતમી આપશે તેને 50 હજાર ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
ત્યારે ભાયલી સામુહિક દુષ્કર્મ મામલે જે સીટની રચના કરવામાં આવી છે. તેમના દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. અને વૈજ્ઞાનિક પુરાવા સહિતના પુરાવા ભેગા કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જેથી આરોપીઓને બચવા માટે કોઈ વિકલ્પ ન મળી શકે. ત્યારે જોવાનું રહ્યું કે આ SITની ટીમ પોતાનું કામ કરશે કે આ વખતે પણ વડોદરાની આ દીકરીને ન્યાય માટે વલખા મારવા પડશે.
આ પણ વાંચો : Vadodara Case : વડોદરાના ભાયલીમાં ભાજપના જ ધારાસભ્યની દુષ્કર્મ મામલે માંગ, કહ્યું, નરાધમોને ફાંસીની સજાની માંગ