Vadodara Case : ગુજરાત હવે જાણે દુષ્કર્મનું હબ બનતું જય રહ્યું હોય તેવું લાગે છે. મહિલા સુરક્ષાની વાતો કરતા ગુજરાતમાં સતત એક બાદ એક દુષકર્મની ઘટનાઓ સામે આવે છે. આ ઘટનાઓને કારણે હવે ગુજરાત દુષ્કર્મ કે ક્રાઇમ હબ બની જશે તો નવાઈની વાત નથી. ત્યારે હવે વડોદરાના ભાયલી ગેંગરેપમાં એક બાદ એક નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. સાથે હવે આ મામલામાં ફાયર બ્રિગેડની એન્ટ્રી થઇ છે.
વડોદરાના ભાયલીના સગીરા પર થયેલા દુષ્કર્મ મામલે આજ રોજ તાલુકા પોલીસ દ્વારા આરોપીને સાથે રાખીને પીડિતાનો ફોન પડાવી લેવામાં આવ્યો હતો. આરોપીઓએ પીડિતાનો મોબાઈલ પથ્થરથી તોડી વડસર પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધો હતો. જે બાદ આજે પોલીસે આરોપીઓને સાથે રાખી ફાયરવિભાગની મદદ લઈ 17 કિમી લાંબી વિશ્વામિત્રી નદીમાં મોબાઈલ શોધવા પહોંચી છે. પાણી ડહોળું હોવાથી ફાયરબ્રિગેડની ટીમને મોબાઈલ શોધવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. પોલીસ કેમેરાથી હાલ સર્ચ કરવામાં આવી રહ્યું છે.
શું છે સમગ્ર મામલો?
વડોદરા તાલુકા પોલીસ મથકથી અઢી કિલોમીટર દૂર ભાયલી-બીલ રોડ વિસ્તારમાં નવરાત્રિના બીજા નોરતે એટલે કે 4 ઓક્ટોબરની રાત્રે અવાવરું રસ્તા ઉપર ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષની સગીરા અને તેનો 16 વર્ષનો મિત્ર બેસવા માટે ગયાં હતાં અને રાત્રે 12 થી 1 વાગ્યાની આસપાસ શરમજનક ગેંગરેપની ઘટના બની હતી. સગીરા અને તેનો મિત્ર પશ્ચિમ વિસ્તારનાં રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાઇ હતી.
આ પણ વાંચો : Surat Case : સુરતમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મની ઘટના, જિલ્લા પોલીસ વડાએ તાપસ મામલે શું કહ્યું ?