Vadodara Case : વડોદરામાં દુષ્કર્મની ઘટના મામલે મુસ્લિમ સમાજે કાઢી રેલી, કહ્યું, “આરોપી કોઈ પણ હોય ફાંસીની સજા આપો”

October 8, 2024

Vadodara Case : વડોદરા ભાયલીમાં સામુહિક દુષ્કર્મની ઘટના બની હતી. જે ઘટનામાં પોલીસ દ્વારા ૫ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. આ તમામ આરોપીઓ વિધર્મી હોવાનું સામે આવ્યું છે. આ દુષ્કર્મની ઘટનાને લઈને મુસ્લિમ સમાજ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે. સામુહિક દુષ્કર્મની ઘટનામાં સંડોવાયેલા દુષ્કર્મીઓને ફાંસીની સજાની માંગ કરવામાં આવી છે.

વડોદરા ભાયલી માં સામુહિક દુષ્કર્મની ઘટનામાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ તાંદલજા ડી માર્ટ નજીક બનાવના વિરોધમાં માનવ સકલ રચી આરોપીઓને ફાંસીની સજા થાય તે માંગણી સાથે વિરોધ પ્રદશન કરવામાં આવ્યું છે. બે દિવસ અગાઉ વિધર્મીઓ દ્વારા આ જધન્ય કૃત્ય કરવામાં આવ્યું હતું. ત્યારે મુસ્લિમ સમાજ આ કૃત્યને લઈને રોષ પણ જોવા માલયી રહ્યો છે.

મુસ્લિમ સમાજના અગ્રણીનું કહેવું છે કે, આ વડોદરાની ઘટનામાં જે આરોપીઓ પકડયા તે મુસ્લિમ છે જેને લઈને મુસ્લિમ સમાજ ને ખુબજ દુઃખ થયું છે. આ આરોપીઓએ સમાજને બદનામ કર્યો છે આ આરોપીઓને કડક સજા થાય ફાંસીની સજા થાય તે માંગ કરી રહ્યા છે. આ આરોપીઓ મુસ્લિમ પણ ના કહી શકાય કારણકે આ આરોપીઓ દારૂ પીવે છે જે મુસ્લિમ સમાજમાં ક્યાં ચાલે નહીં. આ આરોપીઓને ઇસ્લામના કાયદા મુજબ સજા થવી જોઈએ આ કાયદો જે સાઉદી અરેબિયામાં આ આરોપીઓને પબ્લિકને સોંપે અને તેને પથ્થરથી મારે છે તેવી જ રીતે જો આ આરોપીઓને અમને સોંપે તો અમે તેને પથ્થરથી મારીશું અને તેને સજા આપીશું.

આ પણ વાંચોArvind Kejriwal : જમ્મુ-કાશ્મીર અને હરિયાણાના ચૂંટણી પરિણામોથી ડરી ગયા કેજરીવાલ! પાર્ટીને આ ખાસ સલાહ

Read More

Trending Video