Vadodara Case : વડોદરાના ભાયલીમાં ભાજપના જ ધારાસભ્યની દુષ્કર્મ મામલે માંગ, કહ્યું, નરાધમોને ફાંસીની સજાની માંગ

October 8, 2024

Vadodara Case : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી બનતી દુષ્કર્મની ઘટનાઓથી સૌ કોઈ સરકાર અને પોલીસ સામે રોષે ભરાયા છે. ત્યારે શુક્રવારે રાત્રે વડોદરામાં ફરી એક વખત સામુહિક દુષ્કર્મની ઘટનાઓ બની હતી. હવે આ મામલે છેલ્લા કેટલાક દિવસથી વિપક્ષ હોય કે આમ આદમી પાર્ટી સૌ કોઈએ આ ઘટનાને વખોડી કાઢી છે. અને આ સમગ્ર મામલે ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ વિભાગ પર સવાલો ઉભા કરવામાં આવ્યા હતા. ત્યારે ગઈકાલે આ દુષ્કર્મના આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. પરંતુ હવે આ મામલે ભાજપના જ ધારાસભ્ય ફાંસીની માંગ કરી રહ્યા છે. વડોદરા ભાયલીના ધારાસભ્ય શૈલેષ મહેતાએ આ ઘટનાને વખોડી કાઢી છે.

વડોદરામાં સામુહિક દુષ્કર્મની ઘટના બાદ ગુજરાતમાં આ ઘટનાના પડઘા ખુબ મોટે પાયે પડી રહ્યા છે. ત્યારે હવે આ મામલે આજે વડોદરા ભાયલીના ધારાસભ્ય શૈલેષ મહેતાએ દુષ્કર્મની ઘટના મામલે આરોપીઓને ફાંસીની માંગ કરી છે. હવે ભાજપના જ ધારાસભ્ય શૈલેષ મહેતાએ જ વખોડી કાઢી હતી. ત્યારે તેમણે વધુમાં કહ્યું કે, તિલક પ્રથાથી લવ જિહાદનાં કિસ્સા ઉપર નિયંત્રણ લાવવાનો પ્રયાસ ડભોઇથી શરૂ થયો છે. દરેક આયોજકો ગરબા ગ્રાઉન્ડમાં વિશેષ કોમના યુવકો ઉપર પ્રતિબંધ માટે તિલક પ્રથાને અપનાવે તેવું પણ તેમણે કહ્યું છે.

વધુમાં ધારાસભ્યએ કહ્યું કે, ગરબાના આયોજકોને પણ સ્પષ્ટ સૂચના તિલક વગર કોઈ પણ ગ્રાઉન્ડ પર પ્રવેશ કરી શકશે નહિ. હિન્દુ સંસ્કૃતિને ઉજાગર રાખવા હિન્દુ યુવકો તિલક કરે તે આવશ્યક છે. અને સાથે જ ગુજરાતમાં ગરબામાં લવ જેહાદ જેવા કિસ્સાઓ ના બને તેના માટે આ જરૂરી છે. સાથે જ તેમણે કહ્યું કે માતા પિતાએ પણ તેમના બાળકો ક્યાં જાય છે તેના પર ધ્યાન આપવું જોઈએ. આપણે ગુજરાતને યુપી બિહાર બનતી રોકવાની છે. આ સમગ્ર નિવેદનને વાઘોડિયા ના ધારાસભ્ય ધર્મેન્દ્ર વાઘેલાએ પણ સમર્થન આપ્યું છે.

આ પણ વાંચોInstagram Down : દેશમાં ઇન્સ્ટાગ્રામ સેવા ઠપ્પ, યુઝર્સને પડી રહી છે હાલાકી, મીમ થયા ફરતા

Read More

Trending Video