Vadodara: વડોદરાના એરપોર્ટને (Vadodara airport) બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Bomb threat) ભર્યો મેઈલ એરપોર્ટ ઓથોરિટીને (Airport Authority) મળતા વડોદરા પોલીસ (Vadodara Police) હરકતમાં સધન તપાસ શરૂ કરી દેવામાં આવી છે. એરપોર્ટ ઓથોરીટી સહિત સી.આઇ.એસ.એફની ટીમ દ્વારા પણ એરપોર્ટની અંદર અને આસપાસ તપાસ કરી રહી છે. આ સાથે ધમકીને પગલે એર્પોર્ટની સુરક્ષામાં વધારો પણ કરવામા આવ્યો છે.
વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી
પ્રાપ્ત જાણકારી મુજબ હરણી સ્થિત વડોદરા એરપોર્ટને આજે બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો મળતા હળકંપ મચ્યો છે.ધમકી ભર્યો એક ઇ-મેઇમ વડોદરા એરપોર્ટ ઓથોરીટીને મોકલવામાં આવ્યો હતો. મામલાની ગંભીરતાને જોતા સ્થાનિક પોલીસ સહિત તમામ સુરક્ષા એજન્સીઓને આ અંગેની જાણ કરવામાં આવી હતી. ધમકી ભર્યા ઈમેલ અંગે ગુજરાતની વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવમાં આવી છે. આ સાથે એરપોર્ટ ખાતે સુરક્ષા વધારી દેવામાં આવી છે.
પોલીસ અને CISF દ્ધારા ચેકીંગ હાથ ધરાયું
આ મામલે હરણી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર ડી ચૌહાણે જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં હાલમાં જ બકરી ઈદના તહેવારનો પોલીસ બંદોબસ્ત ખતમ થયો છે. નજકમાં રથયાત્રા પણ આવી રહી છે તે અંતર્ગત હરણી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા એરપોર્ટ પર સંદિગ્ન માહિતી મળી છે. જે બાદ પોલીસ અધિકારીઓની ટીમો તાત્કાલિક અહીં દોડી આવી હતી. લોકલ પોલીસ સિવાય ડોક્સ સ્પોર્ટ સહિતની ટીમો આવી પહોંચી છે. તમામ મુસાફરોની ચકાસણી કરવામા આવી રહી છે. હજુ સુધી કોઈ સંદિગ્ન માહિતી સામે આવી નથી.
આ પણ વાંચો : Ahmedabad: સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈએ પાકિસ્તાની ડોન ભટ્ટીને કર્યો વીડિયો કોલ, જેલ પ્રશાસન પર ઉઠ્યા સવાલો