Vadodara Boat Incident : વડોદરા બોટ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટની તપાસ કમિટી સામે લાલ આંખ, કહ્યું, રિપોર્ટ કોર્ટમાં રજુ કરો છો તો સરખો તૈયાર કરવો

July 3, 2024

Vadodara Boat Incident : 18 જાન્યુઆરીએ વડોદરાના હરણી તળાવ ઝોનમાં એક દુ:ખદ ઘટના (Vadodara Boat Incident) બની હતી જ્યારે ખાનગી શાળાના બાળકોને લઈ જતી બોટ અચાનક પલટી ગઈ હતી, જેના પરિણામે 12 બાળકો સહિત 14 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી, અને આ મામલે હાલ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આજે ગુજરાત હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

ગુજરાત હાઇકોર્ટમાં આજે વડોદરા હરણી બોટકાંડ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી છે. આ મામલે હાઇકોર્ટે તપાસ કમિટી સામે લાલ આંખ કરી છે. જેમાં હાઇકોર્ટમાં આજે તપાસ રિપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે હાઇકોર્ટે કહ્યું હતું કે, કોર્ટને રિપોર્ટ સોંપાય તો વ્યવસ્થિત રિપોર્ટ તૈયાર કરવો. આ રિપોર્ટમાં એવું લાગે છે કે નાના અધિકારીઓને જ જવાબદાર બનાવવામાં આવ્યા છે અને મોટા અધિકારીઓને છાવરવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જો આ હક્કીકત છે તો સમગ્ર સિસ્ટમ ખામીયુક્ત છે. હવે જોવાનું રહ્યું કે આ મામલામાં કોને કોને સજા થાય છે.

આ પણ વાંચોJamjodhpur : જામ જોધપુરમાં અસામાજિક તત્વોના આતંકથી વ્યાપારીઓ ત્રાહિમામ, 3 હજાર લોકોએ રેલી કાઢી પાઠવ્યું આવેદન પત્ર

Read More

Trending Video