Vadodara : વડોદરાની જનતા હવે રાજકીય પક્ષના નેતાનું મોઢું સુધ્ધા જોવા માગતી નથી ! હવે લોકોએ MLA કેયુર રોકડિયાને પણ ભગાડ્યા!

September 2, 2024

Vadodara : વડોદરામાં (Vadodara ) શહેરમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનુ (BJP) એક હથ્થુ સાશન છે. છતાંય પ્રજાને પાયા સુવિધાઓ પણ પુરતા પ્રમાણમાં મળતી નથી. ત્યારે તાજેતરમાં વડોદરામાં આવેલા પૂરે ભાજપ અને તેના ભ્રષ્ટ અધિકારીઓની પોલ ખોલી નાખી છે. જ્યારે પ્રજા તેમને ચુંટેલા ભાજપના પ્રતિનિધી પાસે મદદ માગે છે, ત્યારે કોઈ તેમની મદદે આવતું નથી જેના કારણે વડોદરાવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ વડોદરાના મેયર, કાઉન્સેલર સહિતના પદાધિકારીઓનો લોકોએ વિરોધ કરી તેમને ભગાડ્યા હતા ત્યારે હવે MLA કેયુર રોકડિયાને (MLA Keur Rokdia) પણ પ્રજાના રોષનો સામનો કરવો પડ્યો છે. કેયુર રોકડિયા અસરગ્રસ્ત વિસ્તારોમાં કીટ વિતરણ કરવા પહોંચ્યા ત્યારે રહીશોએ તેમનો વિરોધ કર્યો હતો.જેથી તેમને અહીથી મો નીચુ કરીને ભાગવું પડ્યું હતું.

લોકોએ MLA કેયુર રોકડિયાને પણ ભગાડ્યા!

મળતી માહિતી મુજબ વડોદરામાં પુરમા લોકોની ઘરવખરી સહિતની વસ્તુઓ તણાઈ ગઈ છે અનવે લોકોને ખાવા માટે પ ફાંફા પડી રહ્યા છે. ત્યારે જ્યારે પ્રજાને જરુર હતી ત્યારે કોઈ પહોંચ્યું નહીં અને પૂર બાદ હવે વડોદરાના ચારેય ઝોનમાં ભારતીય જનતા પાર્ટી અનાજની કીટ વિતરણનો કાર્યક્રમ ચલાવી રહી છે. જે અંતર્ગત ભાજપનો ખેસ પહેરી સયાજીગંજ વિસ્તારના ધારાસભ્ય કેયુર રોકડિયા અસરગ્રસ્ત વિસ્તારોમાં કીટ વિતરણ કરવા પહોંચ્યા હતા.ત્યારે ગોરવામાં આવેલ હરીપુરા વિસ્તારમાં ધારાસભ્ય કેયુર રોકડિયા સહિત કોર્પોરેટરો,મહામંત્રી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અનાજની કીટ વિતરણ કરવા પહોંચ્યા હતા ત્યારે આ વિસ્તારના રહીશોએ કેયુર રોકડીયા સહિત અન્ય ભાજપીઓનો વિરોધ કર્યો હતો. ત્યારે હરીપુરા વિસ્તારના લોકોએ અનાજની કીટ પણ નહીં લેવાનો હુંકાર કર્યો હતો. ત્યારે ધારાસભ્ય કેયુર રોકડિયા વિસ્તારના રહીશોનો વિરોધ જોઈ રોકડું પારખી ગયા જેથી હરીપુરા વિસ્તારમાં સ્થાનિકોનો ઉગ્ર વિરોધ જોઈ ધારાસભ્ય કેવું રોકડિયા અને અન્ય ભાજપી નેતાઓએ ચાલતી પકડી હતી.

વડોદરામાં ભાજપની પડતી !

વડોદરામાં તંત્રના પાપે આવેલા પુરથી લોકોનો આક્રોશ હવે તમામ હદ વટાવી ચુક્યો છે. વડોદરાના લોકો હવે કોઇ પણ રાજકીય પક્ષના નેતાનું મોઢું સુધ્ધા જોવા માગતી નથી. પૂરની પરિસ્થિતિમાં પ્રજાએ એટલી પીડા સહન કરી છે કે, હવે કોઈ નેતા મદદ માટે આવે છે તો તેમની મદદ લેવાનો પણ ઈન્કાર કરી દે છે. અને તેમનો બહિષ્કાર કરીને તેમને ભગાડી રહ્યા છે. વડોદરાવાસીઓ સમજી ગયા છે કે, આ નેતાઓને અને તંત્રને તો લોકોના જીવની પણ નથી પડી જેથી વર્ષોથી ભાજપને મત આપનારી પ્રજા પણ પૂરની સ્થિતિ બાદ આકરા પાણીએ જોવા મળી રહી છે. લોકોનો રોષ જોતા વડોદરાના નેતાઓ પ્રજા વચ્ચે જવાનુ ટાળી રહ્યાં છે. ત્યારે આ પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે. વડોદરામાં હવે ભાજપની પડતી શરુ થઈ છે. ત્યારે ભાજપ આ ડેમેજ કંટ્રોલ કરી શકે છે કે નહીં તે જોવું રહ્યું..

આ પણ વાંચો : Ahmedabad: સરખેજ ભારતી આશ્રમ વિવાદ ચરમસીમાએ, ઋષિભારતી બાપુને ઉઘાડા પાડવા પહોંચી કીર્તિ પટેલ

Read More

Trending Video