Vadodara : વડોદરામાં ભાજપના ધારાસભ્ય આવ્યા વિદ્યાર્થીઓની વહારે, યુનિવર્સિટીમાં પ્રવેશને લઈને લખ્યો મુખ્યમંત્રીને પત્ર

June 19, 2024

Vadodara : રાજ્યમાં હાલ શિક્ષણ વિભાગને લઈને ઘણા વિવાદો સામે આવી રહ્યા છે. અત્યારે કોઈને કોઈ આંદોલન અને વિરોધને કારણે શિક્ષણ વિભાગ પર ભીંસ વધી રહી છે. એક તરફ કાયમી શિક્ષકોની ભરતીને લઈને ઉમેદવારોનું આંદોલન અને બીજી તરફ વડોદરા (Vadodara)માં પણ MS યુનિવર્સીટીમાં પ્રવેશની માંગ સાથે વિદ્યાર્થીઓ મેદાને આવ્યા છે. અને આ વિદ્યાર્થીઓની વહારે ભાજપના જ ધારાસભ્ય આવ્યા છે. જેમણે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે.

ભાજપના ધારાસભ્યએ વિદ્યાર્થીઓના હિત માટે CMને લખ્યો પત્ર

વડોદરા સાવલીના ધારાસભ્ય અવારનવાર ભાજપ સરકારની સામે પડતા હોય છે અને આ વખતે પણ જ્યારે MS યુનિવર્સીટીમાં વિધાર્થીઓ એડમિશન માટે વિરોધ કરી રહ્યા હતા ત્યારે તેમની પડખે ભાજપના ધારા સભ્ય કેતન ઈમાનદાર પોહ્ચ્યા છે. ધારાસભ્ય કેતન ઈનામદારએ યુનિવર્સિટીમાં વ્યવસ્થા ઉભી કરીને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની રજૂઆત કરી છે. જે બાદ મીડિયા સમક્ષ ધારાસભ્યએ દાવો કર્યો કે, રાજ્ય સરકાર વિદ્યાર્થીઓની મદદ કરશે. વાલીઓ અને વિદ્યાર્થીઓને થતી મુશ્કેલી દૂર થશે. તો બીજી તરફ અગાઉ વિદ્યાર્થીઓને સાંસદે પણ હૈયા ધારણા આપી હતી. પરંતુ શું આ માત્ર બાંહેધરીથી ચાલશે ખરી? વિધાર્થીઓને એડમિશન જોઈએ છીએ અને ખુદ તમારા ધારાસભ્ય એમની માંગ માટે મેદાને આવ્યા છે.

આ પણ વાંચોHajj Pilgrims : મક્કામાં ગરમીનો પારો 50 ડિગ્રીને પાર, 550થી વધુ હજ યાત્રીઓના મોત, તાપમાનો પારો સતત વધતા હાજીઓની હાલત કફોડી

Read More

Trending Video