Vadodara BJP : વડોદરાના સાવલીમાં છેલ્લા કેટલાક દિવસોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે રોડનું ધોવાણ થયું હતું. આટલા દિવસો થયા છતાં, ઘણી સોસાયટીઓમાં હજી સુધી પાણી ભરેલું છે. વરસાદમાં રોડ ધોવાઈ જવાથી રોડ ઉપર મસમોટા ખાડા પડી ગયા છે, સાથે જ ખાડાઓથી વાહનચાલકોની કમર તૂટી રહી છે. અને શહેરમાં ખૂણે ખૂણે ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. ત્યારે સાવલીના લોકો તો ભાજપનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ હવે ભાજપના સભ્યો પણ ભાજપ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં રોષ ઠાલવી રહ્યા છે.
સાવલીમાં ભાજપના સભ્યો પક્ષના વિરોધમાં આવ્યા
સાવલીના ભાજપના વોટસએપ ગ્રુપમાં તેના સભ્યો હવે ખાડારાજથી ત્રસ્ત થઇ ગયા છે. અને ભાજપના ચાલી રહેલા સદસ્યતા અભિયાનનો વિરોધ કરી રહયા છે. લોકો કહી રહ્યાં છે કે, ”ભાજપના હોદેદારોને જે 100 સભ્યો બનવાનો ટાર્ગેટ આપ્યો છે, તેની જગ્યાએ 100 ખાડા પૂરવાનો ટાર્ગેટ આપો. અને સાવલીમાં આટલો બધો વરસાદ થવા છતાં તંત્ર દ્વારા કાંસની સફાઈ નથી કરવામાં આવી, કાંસની સફાઈ ન થવાથી લોકોની દુકાનમાં પાણી ઘુસી ગયા હતા. લોકો ભાજપ પર કટાક્ષ કરી રહયા છે , કે” રોડ પર જે ગંદકી છે, તે 2 ઓક્ટોબરના રોજ એટલે કે ગાંધી જયંતિના દિવસે જયારે ભાજપનું સ્વછતા અભિયાન લોન્ચ થશે ત્યારે નેતાઓ સાફ સફાઈના ફોટા પાડશે ત્યારે ગંદકી સાફ થશે.
ભાજપના નેતાઓ પૂરથી લોકોને જે મુશ્કેલી થઇ તે દૂર કરવામાં ધ્યાન નથી આપી રહ્યાં , પણ લોકોને ભાજપના સદસ્ય કેમ બનવા તેના પર વધુ ધ્યાન આપે છે. લોકો કહે છે, આટલા વર્ષોથી તમને મત આપી જીતાડી રહ્યા છીએ, તોપણ અમારે આ પૂરમાં આટલી બધી મુશ્કેલી સહન કરવી પડી. તો ભાજપના સદસ્ય બનાવથી અમને ફાયદો શું? લોકો એ હજી કેટલા સમય સુધી ખાડારાજથી ત્રસ્ત થવું પડશે ? અને ભાજપ ક્યાં સુધી આ સભ્યો જોડવાના ગતકડાં કરતુ રહેશે ?
આ પણ વાંચો : Shehzad Khan Pathan : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતાની વરણી, પાંચ કોંગ્રેસ કોર્પોરેટરોએ ન કર્યું મતદાન