Vadodara : તાજેતરમાં વડોદરા (Vadodara) શહેરમાં આવેલા પૂરે તંત્રની પોલ ખોલી નાખી છે. આ મામલે લોકોમાં ભાજપના (BJP) નેતાઓ સામે ભારે રોષ છે. ભાજપના નેતાઓને હાલત એવી થઈ ગઈ છે લોકો તેમની મદદ લેવા માટે પણ તૈયાર નથી અને તેમને ભગાડી રહ્યા છે. ત્યારે શહેર ભાજપ પ્રમુખ ને અચાનક આત્મજ્ઞાન થયુ છે અને પોતે જ બનાવેલા ગેકારયદેસર દબાણો દૂર કરવાની શરુઆત કરી દેવામા આવી છે. પ્રમુખ ડો. વિજય શાહે (Dr. Vijay Shah ) નિવેદન આપ્યુ હતુ કેવિશ્વામિત્રી નદી કિનારે બનેલા ગેરકાયદેસર દબાણો કોઈના પણ હશે તે દૂર કરવામાં આવશે. ત્યારે શહેર ભાજપ પ્રમુખના આ નિવેદન બાદ ભાજપના કોર્પોરેટર દ્વારા વિશ્વામિત્રી નદી કિનારે કરાયેલા દબાણો સ્વેચ્છાએ દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ભાજપા કાઉન્સિલર દ્વારા દબાણો દૂર કરવાની શરૂઆત કરતાં શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ભાજપ પ્રમુખ ડો. વિજય શાહના નિવેદન બાદ
વડોદરા શહેરમાં તા. 26 ઓગસ્ટના રોજ આવેલા ભયાનક પૂર પાછળ વિશ્વામિત્રી નદી કિનારે કરેલા દબાણો કારણભૂત હોવાનું સામે આવ્યું છે.પૂરગ્રસ્ત વિસ્તારોમાં ભાજપના નેતાઓ સમયસર સહાય માટે ન પહોંચતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે શહેર ભાજપ દ્વારા પૂરની વીકટ પરિસ્થિતિ વચ્ચે નેતાઓ અને કાર્યકરો દ્વારા કામગીરી કરવામાં આવી હોવાની વાતો શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ દ્વારા કરવામાં આવી હતી.તેમણે કોંગ્રેસની જન આક્રોશ રેલી સામે એક પત્રકાર પરિષદનું આયોજન કરી જણાવ્યું હતું કે, વિશ્વામિત્રી નદી કિનારે જે કોઈ પણ દબાણો હશે તેને દૂર કરવામાં આવશે, તેમણે પત્રકારો એમ પણ કહ્યું હતું કે, તમે જેના નામ જોગ વાત કરી રહ્યા છો એ દબાણ પણ દૂર કરાશે. ડો. વિજય શાહના આ નિવેદન બાદ વિશ્વામિત્રી નદી કિનારે કરવામાં આવેલા દબાણો હવે દૂર કરવાની કામગીરી સ્વૈચ્છીક શરૂ કરી દેવામાં આવી છે.
કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાનો આલીશાન બંગલો તોડી પડાશે !
મહત્વનું છે કે, શહેરના સમાં હરણી લિંક રોડ પર વિશ્વામિત્રી નદી કિનારે ભાજપના વૉર્ડ-3 ના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાનો આલીશાન બંગલો આવેલો છે. જ્યાં વિશ્વામિત્રી નદીની અંદાજે 100 ફૂટ ઉપરાંત ગમ્મતઅંદર દબાણ કરવામાં આવ્યું હતું. જેની સામે વખતો વખત અનેક સવાલો ઉભા થયા હતા. પરંતુ પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓની આંખે પટ્ટી બંધાઈ હોય એમ કોઈ આ દબાણો દૂર કરવા અંગે કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હતી. જોકે શહેર પ્રમુખના નિવેદન બાદ કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા દ્વારા સ્વેચ્છાએ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરાવી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યુ છે.
ભાજપ નેતાઓને થયું આત્મજ્ઞાન
સવાલ એ છે કે જો ગેરકાયદેસર બંધાયેલ મકાન છે તો શું આટલો મોટો બંગલો બાંધ્યા પહેલા તંત્ર આગળ આ કોર્પોરેટરે પરમિશન નહીં લીધી હોય. અને જો પરમિશન લીધી હોય તો બાંધકામ વિભાગના અધિકારીએ કઈ રીતે પરમિશન આપી. કે પછી આ બંનેની મિલી ભગત હતી. ત્યારે લોકોના આક્રોશનો સામનો કર્યા બાદ હવે ભાજપ નેતાઓને આત્મજ્ઞાન થયું અને ખબર પડી ગઈ છે કે, જો હવે કામ નહીં કરીએ તો નહીં ચાલે કેમકે વડોદરાવાસીઓ હવે જાગી ગયા છે અને નેતાઓની મનમાની ચલાવી લેશે નહીં. શરુઆત તો કરી છે પરંતુ અન્ય પણ નેતાઓના કરેલા દબાણો અહીં છે આ સાથે અગોરા મોલ પણ વિશ્વામિત્રી નદીના કિનારે જ આવેલો છે. ત્યારે તમામ દબાણો દૂર થાય છે કે નહીં તે જોવું રહ્યું…
આ પણ વાંચો : Kolkata Rape Murder Case: મમતા બેનર્જીએ ફરીથી બોલાવી જુનિયર ડોક્ટર્સની મીટિંગ, આ શરતો પણ રાખવામાં આવી