Vadodara: વડોદરામાં (Vadodara) વિશ્વામિત્રી નદીમાં (Vishwamitri river) પૂર (flooding) આવતા ભારે તારાજી સર્જાઈ છે. જેના કારણે લોકોમાં ભારે રોષ છે. વડોદરાવાસીઓ સારી રીતે જાણે છે કે, પૂર માટે કોણ જવાબદાર છે. જેના કારણે લોકો તંત્ર પર રોષ ઢાલવી રહ્યા છે. હવે તો તંત્રના અધિકારીઓ અને ભાજપ નેતાઓને લોકોની વચ્ચે જવું પણ મુશ્કેલ બની ગયું છે. જ્યાં નેતાઓ અને તંત્રના અધિકારીઓ જાય છે ત્યાં તેમને લોકોના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે ગઈ કાલે મહાનગરપાલિકાની (VMC) મળેલી સમાન્ય સભામાં ભાજપના જ કોર્પોરેટરે જ ભાજપ સામે બળાપો ઠાલવ્યો હતો. અને ભાજપના જ કોર્પોરેટરે વડોદરાની પૂરની પરિસ્થિતિને લઇ પાલિકાના પાંચ હોદ્દેદારને જવાબદાર ઠેરવ્યા હતા. આ દરમિયાન તેઓ ભાવુક પણ થઈ ગયા હતા.
સ્થાયી સમિતિના ચેરમેન ડો શીતલ મિસ્ત્રી પર ભાજપ કોર્પોરેટરોએ બળાપો ઠાલવ્યો
વડોદરામાં પૂર બાદ ગઈ કાલે મહાનગરપાલિકાની સમાન્ય સભા મળી હતી જેમાં વોર્ડ 12ના ભાજપ કોર્પોરેટર મનીષ પગારએ પોતાનો બળાપો ઠાલવ્યો હતો. તેમનણે કહ્યું હતુ કે, વડોદરામાં પૂર માટે પાલિકાના 5 હોદ્દેદારો જવાબદાર છે. અમે નથી.ત્યારે ભાજપ કોર્પોરેટરોએ જ ભાજપના 5 હોદ્દેદારોને નિષ્ફળ કહેતા સભામાં સોંપો પડી ગયો હતો. વધુમાં તેમણે સ્થાયી સમિતિના ચેરમેન ડો શીતલ મિસ્ત્રી પર ભાજપ કોર્પોરેટરોએ બળાપો ઠાલવ્યો હતો. વન મેન આર્મી તરીકે કામ કરતાં ચેરમેનને ભાજપ કોર્પોરેટરોએ જ ઘેર્યા હતા, અને તેમણે કહ્યું હતુ કે, વિશ્વામિત્રી નદીમાં પૂર સમયે તમામ નિર્ણયો ચેરમેને જ લીધા હતા .
મનીષ પગાર બોલતાં બોલતાં ભાવુક થઈ ગયા
વધુમાં કોર્પોરેટરોની વાત સ્થાયી સમિતિ ચેરમેન ન સાંભળતા હોવાનો પણ ભાજપ કોર્પોરેટરોએ આક્ષેપ કર્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે, ‘વિશ્વામિત્રી નદીના દબાણો હવે દૂર થવા જ જોઈએ. મારા વિસ્તારના લોકો પાસે ખાવાનું અનાજ કે પહેરવા કપડાં નથી,વિસ્તારમાં જઈ શકાતું નથી ગાળો બોલે છે લોકો,અમે કહીંએ તો અમારી કોઇ કિંમત જ નથી.’આમ પોતાનો બળાપો ઠાલતા મનીષ પગાર ભાવુક પણ થઈ ગયા હતા.
વડોદરા ભાજપની વધી મુશ્કેલી
હવે વડોદરા ભાજપનું તંત્ર કેટલું નિષ્ફળ નિવળ્યું છે તે સ્પષ્ટ લાગી રહ્યું છે કોર્પોરેટરોની જ હાલત હોય તો સામાન્ય જનતાનું તો શું ? આવા અનેક સવાલો થઈ રહ્યા છે. કેમકે ,આ પહેલા વડોદરા શહેરમાં વોર્ડ નં-12ના કાઉન્સિલર ટ્વિંકલ ત્રિવેદીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન લોકો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હોવાનું સામે આવ્યું હતું. કાઉન્સિલરે સ્થાનિકોને કહ્યું કે, અહીં મકાનો કેમ લીધા? તો સ્થાનિકોએ કાઉન્સિલરને વળતો જવાબ આપતા કહ્યું કે પાલિકાએ મંજૂરી કેમ આપી? ત્યારે વડોદરા મહાનગર પાલિકાના સ્તાધિશોની પોલ હવે ઉઘાડી પડી રહી છે. હવે તો ભાજપ કોર્પોરેટરોએ જ ભાજપના હોદ્દેદારોને ઉઘાડા પાડી રહ્યા છે અને જાહેરમાં તેમની પોલ ખોલી રહ્યા છે. ત્યારે વડોદરામાં ભાજપ સામે લોકોના રોષ બાદ હવે અંદરો અંદરના ડખા પણ સામે આવી રહ્યા છે જે ભાજપની મુશ્કેલીમાં વધારો કરી શકે છે.
આ પણ વાંચો : સદસ્યતા અભિયાનની વચ્ચે પોરબંદર ભાજપમાં ગાબડું, ભાજપના આઇટી સેલના નેતા કોંગ્રેસમાં જોડાયા