Vadodara: વડોદરામાં (Vadodara) ભાજપના (Vadodara) કોર્પોરેટરની દાદાગીરી સામે આવી છે. જેમાં પાલિકાના ચેરમેનના ડ્રાઈવરને કોર્પોરેટર આશિષ જોષીએ (Ashish Joshi )જાહેરમાં લાફો માર્યો હતો. એટલું જ નહીં પરંતુ આ ડ્રાઈવરને જેલમાં ધકેલી દેવાની અને ઘરે બેસાડી દેવાની પણ ધમકી આપી હતી. હદ તો ત્યારે થઈ જ્યારે તેમણે આ વાતનો સ્વીકાર કર્યો કે, તેને લાફો માર્યો છે અને તેમને જે કર્યું તે બરોબર કર્યું છે.
વડોદરામાં(Vadodara) ભાજપના કોર્પોરેટરની દાદાગીરી
પાલિકાના ચેરમેનના ડ્રાઈવર રણછોડ ભાઈ ભરવાડે જણાવ્યું હતુ કે્, મારા વોર્ડના કોર્પોરેટરે મને લાફો માર્યો, મે તમને રજુઆત કરી હતી કે, અમારા ઘરની સામે તળાવ છે તેમાં કચરો બહુ ભરાઈ ગયો છે. કચરો ભરાવવાને કારણે દર ચોમાસે પાણી ભરાઈને અમારા ઘર સુધી આવે છે. આમારા સામે મેદાન છે તેમાં પણ કુબ કચરો છે થોડા દિવસ પહેલા પવન ફૂંકાયો હતો તેમાં આ કચરો ઉડીને અમારા ઘરમાં ભરાઈ ગયો હતો. એટલા માટે અમે તેમને રજૂઆત કરવા માટે ગયા હતા ત્યારે તેમને મારી સાથે દાદાગીરી કરી અને મને લાફો મારી દીધો હતો.
ડ્રાઈવરને આપી ધમકી
વધુમાં તેમણે કહ્યં કે, તેમને મને ચોખ્ખી ધમકી આપી છે કે તુ કેસ કરવા જઈશ કે, કશુ પણ કરીશ તો તેને 15 વર્ષ માટે અંદર ઘલાવી દઈશ. બીજી એમ પણ કીધું કે, તુ ચેરમેનની ગાડી ચલાવે છે તો તને ઘરે બેસાડી દઈશ. જ્યારે ચેરમેનને આ મામલે રજૂઆત તેમણે કહ્યુ કે, આ ડ્રાઈવર ના જોઈએ, તમે આને ઘરે મોકલી દ્યો.
પોતાનો બચાવ કરતા કોર્પોરેટરે શું કહ્યું ?
કોર્પોરેટર આશિષ જોષીએ પોતાના બચાવ કરતા કહ્યુ કે, સ્થાયી સમતિના અદ્યક્ષના ડ્રાઈવરને લાફો માર્યો ત્યાર સુધી તે કોણ છે તે અમે જાણતા ન હતા. અમે પક્ષના દંડક જોડે અમારા વોર્ડની ચર્ચા કરતા હતા ત્યારે તેઓ દુરથી આવીને અમારી પર ખોટા આરોપો મુકવાના શરુ કર્યા હતા. ત્યારે તેમને પોતાની ઓળખ આપી હતી ત્યારે મે તમને કહ્યું હતુ કે, મે તેને સમજાવ્યો હતો કે, તારી જવાબદારી ડ્રાઈવરની છે તુ તારી જગ્યાએ જતો રહે, છતા પણ તેને અપશબ્દો અને પાયાવિહોણા આરોપ મુકવાના શરુ રાખતા પહેલા મે તેને સમજાવ્યો હતો તે છતા પણ તે ન સમજતા મેંતેને લાફો માર્યો હતો. ફરીથી આવી કોઈ સ્નમાનીય વ્યક્તિ ઉભા હોય અને ચર્ચા કરતા હોય ત્યારે કોઈ આવું ન કરે તેના માટે મે તેને બરાબર દંડ કર્યો છે.
આ પણ વાંચો : ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ડૉ.કમલા બેનીવાલનું નિધન, 97 વર્ષની વયે જયપુરની ફોર્ટિસ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ