Vadodara: ભાજપ ઉમેદવારનાં પીએએ બેંકનાં હપ્તા ભરવામાં અસમર્થ મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યું

May 13, 2024

Vadodara: ભાજપમાં (BJP) મહિલાઓની સુરક્ષા (Women’s security) અને સલામતીની મોટી મોટી વાતો કરે છે. ભાજપ દ્વારા એવું કહેવામા આવે છે કે, ભાજપ (BJP) સરકારના રાજમાં મહિલાઓ રાત્રે પણ બહાર નિકળે તો તેમની સલામતી રહેતી હોય છે. ત્યારે મહિલા સુરક્ષાની વાતો કરતી ભાજપ સરકારના જ હોદ્દેદારો દ્વારા મહિલાઓ સાથે ખરાબ વર્તનના કિસ્સા સામે આવી રહ્યા છે થોડા દિવસ પહેલા વડોદરામાં (Vadodara) ભાજપના જ હોદ્દેદારે ભાજપ મહિલા સાથે ખરાબ વર્તન કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો હતો ત્યારે આજે વડોદરામાં વાઘોડિયાના (Vaghodiya)પૂર્વ ધારાસભ્યના પૂર્વ પીએએ વિધવાની એકલતાનો લાભ ઉઠાવી દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે ધર્મેન્દ્રસિંહ વાઘેલાનાં (Dharmendrasinh Vaghela) પીએ રાજેશ ગોહિલ (Rajesh Gohil) વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામા આવી છે.

ધર્મેન્દ્રસિંહ વાઘેલાનાં પીએએ સામે પોલીસ ફરિયાદ

પ્રાપ્ત જાણકારી મુજબ વડોદરામા વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનાં પીએ રાજેશ ગોહિલ વિરૂદ્ધ જવાહરનગર પોલીસ મથકે મહિલાએ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જણાવાયું છે કે, તેમને લોન લીધી હતી અને તેઓ બિમારીના કારણે તેના હપ્તા ભરી શકતા ન હચી જેથી તેમને મકાન ખાલી કરવાની નોટીસ આપવામા આવી હતો જેથી મદદ માટે તેઓ સરપંચ પાસે ગયા તા અને સરપંચે તેમને કહ્યુ કે, તમે બાપુ પાસે જાવ તેઓ બેંકમાં વાત કરશે. જેથી તેઓ તેઓ બાપુની ઓફિસે મળવા માટે ગયા હતા. પરંતુ તેઓ ત્યાં હાજર ન હતા તેમના પીએ રાજેશ ગોહિલે બેંકમાં વાત કરી હતી. તેમણે પીએ રાજેશ ગોહિલને મકાન વેચીને હપ્તા ભરવા જણાવ્યુ હતુ.

વિધવાની એકલતાનો લાભ ઉઠાવી દુષ્કર્મ આચર્યુ

એક દિવસ ઘરે કોઈ હતુ નહીં ત્યારે રાજેશ ગોહિલ મકાન જોવાના બહાને તેમના ઘરે ગયો અને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતુ. આ દરમિયાન મહિલાના જમાઈ આવી જતાં તે રંગેહાથ ઝડપાયો હતો. આ દરમિયાન મહિલાનાં જમાઇએ દુષ્કર્મી રાજેશને લાફા ઝીંકી દીધાં ત્યારે રાજેશ પાછલા દરવાજેથી ભાગી ગયો હતો અને જતા જતા જો કોઈને આ મામલે વાત કરી તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જો કે પરિવારે મન મક્કમ કરીને આ મામલે પોલીસમાં ફરિયાદ કરી છે.

પોલીસે હાથ ધરી કાર્યવાહી

આમ મહિલાની ફરિયાદના આધારે પોલીસે આરોપી રાજેશ ગોહિલ સામે કાર્યવાહી હાથ ધરી છે. જો કે, સવાલ તે થાય છે ભાજપના હોદ્દેદારો દ્વારા આ પ્રકારના વ્યવહારની ઘટનીઓ સામે આવી રહી છે તેમ છતા ભાજપ દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કેમ કરવામા નથી આવી રહી ?  શુું ભાજપ પાર્ટીમાં હવે  શિષ્ટાચાર, સંસ્કાર, શિસ્તબદ્ધતા હવે નથી રહી ?

આ પણ વાંચો : Mahesana માં ભાજપની મહિલા નેતા સાથે બિભત્સ માંગણી કેસમાં ભાજપના હોદ્દેદાર જ માસ્ટર માઈન્ડ, જાણો કેવી રીતે ફૂટ્યો ભાંડો

Read More

Trending Video