vadodara airport bomb threat: વડોદરામા ( Vadodara) એક તરફ ધામધૂમથી નવરાત્રીની (Navratri) ઉજવણી કરવામા આવી રહી છે ત્યારે બીજી તરફ વડોદરા હરણી (Harni) ખાતે આવેલ એરપોર્ટને (Airport) ઇ-મેઇલ દ્વારા ગર્ભિત બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. આ મેસેજ મળતા તપાસ એજન્સીઓ એલર્ટ બની છે અને શહેરના વિવિધ ભીડભાડ વાળા વિસ્તારોમાં સતત એસઓજી ડોગ-સ્ક્વોડ અને બોમ્બ-સ્ક્વોડ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે.
વડોદરા એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
મળતી માહિતી મુજબ હરણી ખાતે આવેલા એરપોર્ટ પર સીઆઇએસએફના ઇ-મેઇલ એડ્રેસ પર એક શખસ દ્વારા ગર્ભિત ધમકીભર્યો મેસેજ મોકલવામા આવ્યો હતો જેમાં આ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામા આવતા એરપોર્ટ ઓથોરિટી અને પોલીસ સહિતની વિવિધ ટીમો એક્શનમાં આવી ગઈ હતી અને તાત્કાલિક એરપોર્ટ સંકુલમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો. બીજી તરફ ઘટનાની માહિતી મળતા ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને બોમ્બ અને ડોગ-સ્ક્વોડ દ્વારા ટર્મિનલ સહિતના વિસ્તારમાં ચેકિંગ હાથ દરવામા આવ્યું હતું. જો કે તપાસમાં કોઈ શંકાસ્પદ પદાર્થ કે વસ્તુ મળી આવી ન હતી જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
હરણી પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ
આ સમગ્ર ઘટના મામલે અંગે હરણી એરપોર્ટ ખાતે સીઆઇએસએફ યુનિટ એએસજી ખાતે ફરજ બજાવતા પ્રદીપકુમાર ડી. રામે હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પહેલા પણ આપવામા આવી હતી ધમકી
ઉલ્લેખનીય છે કે, 4 મહિના પહેલા વડોદરા હરણી એરપોર્ટને ઇ-મેઇલ દ્વારા ધમકી મળી ચૂકી છે તે સમયે પણ ચેંકિગ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી માત્ર ભયનું વાતાવરણ ઉભુ કરવા માટે આ ધમકી મોકલવામા આવી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે ફરી એક વાર વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા આ ધમકી ભર્યો મેસેજ મોકલનાર શખ્સની સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા શોધખોળ શરુ કરાઈ છે.
આ પણ વાંચો : Jammu Kashmir Encounter: કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, બે આતંકી ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ