રાજ્યમાં 15 દિવસમાં જ 6 દુષ્કર્મની ઘટનાઓ , વર્તમાન ગૃહમંત્રીના ‘કુ’શાસનમાં અપરાધીઓ બેફામ, આપ પાર્ટીએ વિરોધ કરી હર્ષ સંઘવીનું માગ્યું રાજીનામુ

October 7, 2024

Vadodara: ગુજરાતમાં (Gujarat) એક બાદ એક દુષ્કર્મની (rape case) ઘટનાઓ સામે આવી રહી છે. ગુજરાતમાં મહિલા સુરક્ષાની (womens safety ) મોટી મોટી વાતો કરવામાં આવે છે. પણ દુષ્કર્મની ઘટનાઓ સામે આવવાથી મહિલાઓ હવે ઘરની બહાર નીકળતા ડરી રહી છે. હાલ નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે. ત્યારે થોડાક દિવસ પહેલા વડોદરાના ભાયલીમાંથી ફરી એક વખત નવરાત્રીના સમયે જ એક સગીરા સાથે સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી હતી. હવે વિપક્ષો પણ સરકાર ઉપર આકરા પ્રહાર કરી રહ્યા છે. હર્ષ સંઘવી મહિલા સુરક્ષાની વાતો તો કરે છે, પણ ગુજરાતની મહિલાઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ ગયા છે. ત્યારે આજે વડોદરામાં આમ આદમી પાર્ટીના નેતાઓએ હર્ષ સંઘવીનું પૂતળા દહન કરી ગૃહરાજ્યમંત્રીની પદભ્રષ્ટ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓેને લઈને આપ પાર્ટીનો વિરોધ

વડોદરામાં આજે આપના નેતાઓ દુષ્કર્મની ઘટનાને લઈને રસ્તા ઉપર ઉતર્યા હતા. વડોદરાની નવી કલેકટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના જિલ્લા અને શહેર મહિલા પ્રમુખ જાનવીબા ગોહિલ તથા શહેર પ્રમુખ અશોક ઓઝાની આગેવાની હેઠળ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. કે ગુજરાતની ભાજપ સરકાર નાગરિકોની સુરક્ષાને લઈને ખૂબ જ મોટી મોટી વાતો અને મિથ્યા-અહંકાર કરતી સતત જોવા મળે છે. અને પોતાની જાતને ભરોસાની સરકાર કહેવડાવે છે .પણ આજ ભાજપ સરકારના કુશાસનમાં મહિલાઓ પ્રત્યેના અપરાધમાં સતત ને સતત વધારો જ થતો જાય છે.

શહેર મહિલા પ્રમુખ જાનવી બા ગોહિલે શું કહ્યું?

વર્તમાન ગૃહમંત્રીના કુશાસનમાં તો અપરાધીઓ બેફામ બન્યા છે.છેલ્લા પંદર દિવસમાં જ બળાત્કારની છ ગંભીર ઘટનાઓ સામે આવી છે. વડોદરાના ભાયલીમાંથી 16 વર્ષની એક માસુમ દિકરી પર ગેંગરેપની ઘટના સામે આવી છે. આવી ઘટનાઓને કારણે ગુજરાતની દિકરીઓ-મહિલાઓ ખુબ જ ભય અને અસલામતીની લાગણી અનુભવી રહી છે. ત્યારે ગૃહમંત્રીએ કાયદો અને વ્યવસ્થા સુધારવા ઉપર ધ્યાન આપવું જોઈએ. પરંતુ ગુજરાતની કાયદા-વ્યવસ્થાની સ્થિતિને તાત્કાલિક સુધારીને મહિલાઓને સુરક્ષાની બાંહેધરી આપવામાં આવે અને આવી કથળેલી કાયદા- વ્યવસ્થાની સ્થિતિ માટે જવાબદાર એવા ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરવામા આવે. અને દુષ્કર્મ થયેલી દીકરીને ન્યાય મળે અને આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવે તેવી આમ આદમી પાર્ટીએ માંગ કરી હતી. ત્યારબાદ આમ આદમી પાર્ટી પ્રમુખ અશોક ઓઝા સહિત કાર્યકર્તાઓ કલેકટર કચેરી યોગ સર્કલ પાસે ગુજરાતના ગૃહમંત્રી ગ્રહમંત્રી હર્ષ સંઘવીના પૂતળાનું દહન કરી વિરોધ કર્યો હતો .અકોટા પોલીસે આમ આદમીના પ્રમુખ સહિત સાત લોકોની અટકાયત કરી છે.

ગુજરાતમાં દુષ્કર્મની ઘટના ક્યારે રોકાશે?

ગુજરાતની દીકરીઓને દુષ્કર્મની ઘટનાઓ બાદ હવે ભય લાગી રહ્યો છે. હર્ષ સંઘવી મહિલા શક્તીકરણ અને મહિલા સલામતીની વાતો કરે છે. પણ સરકાર દુષ્કર્મના આરોપી વિરુદ્ધ કડક પગલાં ભરતી નથી. અને આરોપી ભાજપના નેતા હોય તો સરકારની ઢીલી નીતિ સામે આવે છે. અને આરોપીઓને બચાવતી હોય તેવું જોવા મળે છે. હવે જોવાનું રહ્યું કે ગુજરાતમાં દુષ્કર્મની ઘટના ક્યારે રોકાશે? અને મહિલાઓ પોતાને ક્યારે સુરક્ષિત સમજશે?

આ પણ વાંચો : Nobel Prize 2024:અમેરિકાના વિક્ટર એમ્બ્રોઝ અને ગેરી રુવકુનને મેડિસિનનું નોબેલ પુરસ્કાર એનાયત

Read More

Trending Video