Vadodara માં ભુવા રાજ ! સત્તાધીશોની ઉંઘ ઉડાડવા માટે જુઓ યુવકે શું કર્યું…

July 1, 2024

Vadodara : વડોદરા (Vadodara) શહેરમાં ચોમાસાના (Monsoon) પહેલા વરસાદમાં (Rain) પાલિકાની (Municipality) પ્રિ મોન્સુન કામગીરીની પોલ ખુલી રહી છે. ત્યારે વડોદરામાં (Vadodara) વરસાદ વરસતા ભુવા પડવાનું રુ થયું છે. ભુવા પડવાને કારણે સ્થાનિક લોકોને હાલાકી પડી રહી છે પરંતુ પાલિકાના સત્તાધીશો આંખ આડા કાન કરીને ઉંઘતા હોય તેવું જોવા મળી રહ્યુ છે ત્યારે નવાયાર્ડ દીપ ટૉકીઝ પાસે વધુ એક ભૂવો પડતા સ્થાનિક યુવાને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. યુવકનો આ અનોખો વિરોધ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

વડોદરામાં ભુવા રાજ વચ્ચે સ્થાનિક યુવકનો અનોખા વિરોધ

પ્રાપ્ત જાણકારી મુજબ વડોદરા શહેરના નવાયાર્ડ દીપ ટૉકીઝ પાસે વધુ એક ભૂવો પડ્યો હતો. અહીં નવાયાર્ડથી અમર નગર જવાનો રસ્તો બેસી ગયો હતો. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ભુવો પડતા સ્થાનિક યુવકે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. રમકડાંની કાર પર મેયર અને ચેરમેનનો ફોટો લગાવ્યો અને ફોટા વાળી કારને ભૂવામાં ઉતારી હતી.

Vadodaraમાં ભુવા રાજ વચ્ચે સ્થાનિક યુવકનો અનોખા વિરોધ

અનોખા વિરોધે જમાવ્યું આકર્ષણ

અનેક રજૂઆત બાદ પાલિકાએ આ અંગે ધ્યાન ન આપતા આખરે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. અને આ અનોખો વિરોધ નોંધાવીને સામાન્ય જનતાને બદલે સત્તાધીશો ભૂવામાં પડે તો શું સ્થિતિ થાય તે દર્શાવવા પ્રયાસ કરવામા આવ્યો હતો. યુવકનો અનોખો વિરોધ જોવા ટોળા એકઠા થયા હતા. શહેરમાં ભૂવા રાજ વચ્ચે અનોખા વિરોધે આકર્ષણ જણાવ્યું હતું.

Vadodaraમાં ભુવા રાજ વચ્ચે સ્થાનિક યુવકનો અનોખા વિરોધ

 હજુ પણ અધિકારીઓની ઉંઘ નથી ઉડતી

આ મામલે સ્થાનિક કોર્પોરેટરે કહ્યું અમે તો નિરીક્ષણ કરીએ જ છીએ. લાખો રૂપિયા પગાર લેતા અધિકારીઓ પોતાની ઊંઘ નથી ઉડાડતા ત્યારે પાલિકાના પાપે આવા સામાજિક કાર્યકરોને વિરોધ કરવા મોકળુ મેદાન મળ્યું છે.

આ પણ વાંચો :  Junagadh:બાંટવા ખારો ડેમ ઓવરફ્લો થતા છ દરવાજા ખોલાયા, નીચાણ વાળા વિસ્તારને કરાયા એલર્ટ

Read More

Trending Video