Vadodara : રાજ્યમાં આગ ( fire) લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે.તાજેતરમાં રાજકોટના (Rajkot) ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડના (TRP GameZone Fire) પડઘા હજુ તો શાંત પણ નથી થયા ત્યાં રાજ્યમાં આગની વધુ એક ઘટના સામે આવી છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ SSG હોસ્પિટલમાં (SSG Hospital) આગ લાગી છે. હોસ્પિટલમાં આગ લાગતા અફરા તરફીનો મા્હોલ સર્જાયો છે. જો કે હાલ આગને કાબુમાં લઈ લેવામાં આવી છે.
વડોદરાની SSG હોસ્પિટલમાં આગ
પ્રાપ્ત જાણકારી મુજબ વડોદરા શહેરની SSG હોસ્પિટલના ENT વિભાગમાં આગ ફાટી નિકળી છે. ENT વિભાગમાં ઓપરેશન થિયેટરમાં બ્લાસ્ટ બાદ આગ લાગતા હોસ્પિટલમાં અફરા તફરીનો મા્હોલ સર્જાયો હતો.જો કે આગની ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરાતા તાત્કાલિક ફાયરની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા.

આ કારણે લાગી આગ
પ્રાથમિક જાણકારી મુજબ હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં વેન્ટિલેટરમાં શોર્ટ શર્કિટ અથવા એસીમાં બ્લાસ્ટના કારણે આગની શક્યતા છે. વહેલી સવારે સ્વીચ ચાલુ કરતા સમયે બ્લાસ્ટ થયો હતો. જો કે, સદનસીબે ઘટના સમયે ઓપરેશન થિયેટરમાં કોઈ દર્દી હાજર ન હતા. ઓપરેશન થિયેટરમાં આગ લાગતા ધુમાડો ફેલાયો, જેના કારણે ઓપરેશન થિયેટરના બાજુના વોર્ડના દર્દીને અન્ય વોર્ડમાં ખસેડવાા આવ્યા હતા.