vadodara : વડોદરાના (vadodara) મલ્હાર પોઇન્ટ (Malhar Point) પાસે આવેલી નવી કલેક્ટર કચેરી પાસે શ્રીરામ ઇન્સ્યોરન્સ કંપનીની ( Sriram Insurance Company) એસીમાં બ્લાસ્ટ (blast) થવાની ઘટના સામે આવી છે. ઇન્સ્યોરન્સ કંપનીની ઓફિસમાં આજે સવાલે 11 વાગ્યા આસપાસ એરકંડિશનરમાં બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં 6 લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામા આવ્યા છે.
વડોદરામાં ઇન્સ્યોરન્સ ઓફિસના એસીમાં બ્લાસ્ટ
પ્રાપ્ત જાણકારી મુજબ વડોદરા શહેરમાં ઓલ પાદરા રોડ પર આવેલું મલ્હાર પોઇન્ટ ખાતે આવેલ શ્રીરામ ફાઇનાન્સ ઇન્સ્યોરન્સ ઓફિસમાં એ સી બ્લાસ્ટ થયુ હતું આ ઘટનામાં છ જેટલા કર્મચારીઓ દાઝી ગયા હતા. સમગ્ર ઘટનામાં કેટલા કર્મચારીઓની હાલત ગંભીર જાણવા મળી રહી છે. ઘટનાની જાણ થતા વડોદરા પોલીસના ડી સી પી ઝોન 1 અભય સોની અને એ સી પી ડી ડીવીજન પોલીસ સ્ટાફને સાથે રાખી ઘટના સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો : Vadodara ના ભાયલીમાં વરસાદી પાણીથી ભરાયેલા ખાડામાં મગરે આરામ ફરમાવ્યો, ભારે જહેમતે મહાકાય મગરનું કરાયું રેસ્ક્યું