Vadodara: 24 કરોડના ખર્ચે બનેલ નવ નિર્મિત બ્રિજ ઉદઘાટન પૂર્વે ક્ષતિગ્રસ્ત, ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રીને લખ્યો પત્ર

July 31, 2024

Vadodara: રાજ્યમાં ભ્રષ્ટાચાર (Corruption) ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. કોઈ પણ કામ ભ્રષ્ટાચાર વગર થતુ નથી ત્યારે ભ્રષ્ટાચારને કારણે સામાન્ય જનતાને મુશીબત ભોગવવાનો વારો આવતો હોય છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી એવું સામે આવતુ હતુ કે, બ્રિજ બને અને તેના થોડા જ વર્ષોમાં તે જર્જરીત થવો ગાબડા પડવા વગરે ઘટનાઓ સામે આવતી હોય છે જેથી બ્રિજ શુ થયાના થોડા જ વર્ષોમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી જતી હોય છે. ત્યારે હવે રાજ્યમાં ભ્રષ્ટ અધિકારીઓની પોલ હવે ભાજપના જ નેતાઓ  ખોલી રહ્યા છે. ત્યારે વડોદરામાં  (Vadodara) નવ નિર્મિત બ્રિજ ઉદઘાટન પૂર્વે ક્ષતિ ગ્રસ્ત થયો હોવાની ઘટના સામે આવી છે. આ મામલો સામે આવતા સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર (MLA Ketan Inamdar)  મેદાનમાં આવ્યા છે. કેતન ઈનામદારે આ મામલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

Vadodara:ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રીને લખ્યો પત્ર

24 કરોડના ખર્ચે બનેલ નવ નિર્મિત બ્રિજ ઉદઘાટન પૂર્વે ક્ષતિ ગ્રસ્ત

પ્રાપ્ત જાણકારી મુજબ સાવલી ડેસર તાલુકાનાનાં ઉદલ પુરથી સાવલીને જોડતો 30 કી. મી રોડ ઉપર કરડ નદી પર બનેલ નવ નિર્મિત બ્રિજ ઉદઘાટન પૂર્વે ક્ષતિ ગ્રસ્ત થઈ ગયો છે. અહીં ઠેર ઠેર ખાડા અને RCC ઉખડી ગયાં છે. કરડ નદી ઉપર 24 કરોડનાં ખર્ચે બનેલ બ્રિજ ઉપર તિરાડો અને ખાડા પડી જતા ભ્રષ્ટાચારી પોલ ખુલી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે, જુનો બ્રિજ જર્જરિત થતાં તાત્કાલિક નવો બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલો મૂકયો હતો ત્યારે ઉદઘાટન પૂર્વે જ બ્રિજ ખુલો મૂકતા અધિકારીઓની પોલ ખુલી ગઈ છે. ત્યારે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે આ મામલે મુખ્ય મંત્રીને પત્ર લખી જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા માંગ કરી છે.

 Vadodara:ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રીને લખ્યો પત્ર

આ પણ વાંચો : Gujarat Rain : ગુજરાતમાં 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ ખાબક્યો, પાટણમાં સૌથી વધુ વરસાદ

Read More

Trending Video