Vadodara: વડોદરામા (Vadodara) તાજેતરમાં વરસેલા વરસાદે વિનાશ વેર્યો છે. વડોદરાવાસીઓ પૂરની આફતમાથી બહાર આવ્યા પરંતુ તેમની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી ત્યારે આ બધાની વચ્ચે વડોદરામાં વધુ એક દુખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં પાદરા (Padra) તાલુકાના ડબકા ગામે વહેરાય માતા મંદિર પાસે ગણેશ પંડાલ (Ganesh pandal) બાંધતા 15 યુવાનોને કરંટ લાગ્યો હતો જેમાંથી એક યુવાનનું ઘટના સ્થળ પર જ મોત થયું છે. જ્યારે અન્ય 14 યુવાનોને અલગ અલગ જગ્યાઓ પર ઇજાઓ પહોચી છે.
વડોદરામાં ગણેશ પંડાલ બાંધતા સમયે સર્જાઈ દુર્ઘટના
વડોદરા શહેરમાં ગણેશ ચતુર્થીને (Ganesh Chaturthi) લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પાદરા તાલુકાના ડબકા ગામે વહેરાય માતા મંદિર પાસે કેટલાક યુવાનો દ્વારા ગણેશ પંડાલ બાંધતા 15 યુવાનોને કરંટ લાગ્યો હતો. જેમાંથી એક યુવાનનું ઘટના સ્થળ પર જ મોત થયું છે. જ્યારે અન્ય 14 યુવાનોને અલગ અલગ જગ્યાઓ પર ઇજાઓ પહોચી હોવાનું સામે આવ્યું છે. ઘટના સ્થળ પર મૃત્યુ પામનાર યુવવકનું નામ પ્રકાશ ડાયાભાઈ જાદવ ઉર્ફે સચિન છે. આ યુવાનને પ્રાથમિક સારવાર આપવા છતાં તેનો જીવ બચી શક્યો નહોતો. જાણવા મળી રહ્યું છે. લોખંડની એંગલ પંડાલ પરથી પસાર થતા હાઈટેન્શન લાઈનને અડી જતા આ ઘટના બની હતી. ત્યારે આ ઘટનામાં આશાસ્પદ યુવાનનું મોત થતા સમગ્ર ડબકા ગામમાં શોકનો માહોલ છવાયો છે.