Vadoara: વડોદરામાં ભારે વરસાદને (heavy Rain in Vadoara) કારણે તારાજી સર્જાઈ છે.ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. તેમજ જનજીન પણ અસરગ્રસ્ત થયું છે. ત્યારે વડોદરાની પરિસ્થિતિનો તાગ મેળવવા યુવા અને શિક્ષિત સાંસદ હેમાંગ જોષી (MP Hemang Joshi) દિલ્હીમાં (Delhi) બજેટ સત્ર (budget session) અડધા માંથી છોડી વડોદરાની બે દિવસની મુલાકાત માટે આવી પહોંચ્યા છે.
ભારે વરસાદને કારણે વડોદરામાં જળબંબાકાળની સ્થિતિ
ગત બુધવારે વડોદરામાં ધોધમાર વરસાદની સાથે જ સમગ્ર શહેરમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી આ વિકટ પરિસ્થિતિમાંથી લોકોને બહાર કાઢવા માટે વડોદરા મહાનગરપાલિકા તેમજ ચૂંટાયેલી પાંખના તમામ પદ અધિકારીઓ એડી ચોટીનું જોર લગાવ્યું હતું. ત્યારે આ સમગ્ર પરિસ્થિતિ દરમિયાન વડોદરા ના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દિલ્હી ખાતે બજેટ સત્રમાં હોવાના કારણે શારીરિક રીતે ઉપસ્થિત રહી શક્યા ન હતા તેમ છતાં પણ સતત તેમનો સંપર્ક વડોદરાના પદ અધિકારીઓ સાથે હતો અને તેઓ સમગ્ર વડોદરાનો તાગ તેમજ પરિસ્થિતિ જાણ અને અધિકારીઓને પ્રજાલક્ષી સૂચનો આપતા રહ્યા હતા.
વડોદરાની વિકટ પરિસ્થિતિ જોઈ સાંસદ દિલ્હીથી દોડી આવ્યા !
ત્યારે આજરોજ વડોદરાના પરિસ્થિતિનો તાગ મેળવવા માટે બે દિવસની વડોદરાની મુલાકાતે વડોદરાના સાંસદ હેમાંગ જોશી વડોદરાના એરપોર્ટ આવી પહોંચ્યા હતા જ્યાંથી સીધા જ ઉપસ્થિત મીડિયા કર્મીને સાથે રાખી પરિસ્થિતિનો તાગ મેળવવા પોતે જ વાહન હંકારી નીકળ્યા હતા જ્યાં તેમને કાલાઘોડા ખાતે વિશ્વામિત્રીની જળ સપાટી અને સ્થિતિ જોઈ હતી ત્યારબાદ વડોદરાના પરશુરામ ભટ્ટાની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે અકોટા દાંડિયા બજાર બ્રિજ પર પહોંચ્યા હતા.
હેમાંગ જોશીએ મુખ્યમંત્રીને પત્ર લખી કરી રજૂઆત
તેમની આ બે દિવસની મુલાકાતમાં તેઓ વડોદરા જિલ્લા કલેકટર કચેરી તથા વડોદરા મહાનગરપાલિકાના પર અધિકારીઓ સાથે મુખ્ય બેઠક કરી વડોદરાની ગરીબ પ્રજાને વરસાદના કારણે પહોંચેલી માઠી અસરને દૂર કરવા તેમજ આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસે તો તેવી પરિસ્થિતિમાં ઉજાગર થવા માટે સંભવિત પરિસ્થિતિ એવી બેઠકનું આયોજન પણ કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી એ મુખ્યમંત્રીને પણ મૌખિક તેમજ પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે અસરગ્રસ્તોને આર્થિક સહાય મળી રહે તે માટે જણાવવામાં આવ્યું છે.
સાંસદ હેમાંગ જોશીએ પ્રશાસન અને મીડિયાની કામગીરીને બિરદાવી
આ મુલાકાત દરમિયાન તેમને બુધવારથી લઈને અત્યાર સુધી સમગ્ર પ્રશાસનની કામગીરીને બિરદાવી હતી જેમાં વડોદરા મહાનગરપાલિકા પોલીસ તંત્ર તેમજ મીડિયા કર્મીઓની સચોટ કામગીરીને વડોદરાના સાંસદ હેમાંગ જોશી દ્વારા બિરદાવામાં આવી હતી.
આ પણ વાંચો : Jamnagar ની 53 સોસાયટીમાં ભર ચોમાસે પણ પાણી માટે પારાયણ, મનપા ક્યાં સુધી ચલાવશે ટેન્કર રાજ ?