Uttarakhandમાં કોલકત્તા જેવા દુષ્કર્મની ઘટના… નર્સ સાથે પહેલાં દુષ્કર્મ અને પછી ગળું દબાવીને હત્યા

August 15, 2024

Uttarakhand Nurse Rape Murder Case: કોલકાતામાં ટ્રેઇની ડોક્ટર સાથે બર્બરતાની ઘટના બાદ હવે ઉત્તરાખંડમાં એક નર્સ સાથે દુષ્કર્મ અને હત્યાના મામલાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. આરોપીએ ઉત્તરાખંડના રૂદ્રપુરની એક નર્સ પર દુષ્કર્મ કર્યો અને પછી તેનું ગળું દબાવી દીધું. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીઓએ નર્સને પણ લૂંટી હતી.

Uttarakhand ના રૂદ્રપુરમાં 33 વર્ષીય નર્સ સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં પોલીસે એક શંકાસ્પદની ધરપકડ કરી છે. પીડિતા ઉધમ સિંહ નગર જિલ્લાના રૂદ્રપુરની એક ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી. તે તેની 11 વર્ષની પુત્રી સાથે બિલાસપુર કોલોનીમાં રહેતી હતી. તે 30 જુલાઈના રોજ ગુમ થઈ ગઈ હતી. જે બાદ તેની બહેને 31 જુલાઈના રોજ રૂદ્રપુર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

દુષ્કર્મ અને ગળું દબાવ્યું

એક અઠવાડિયા પછી, તેનો મૃતદેહ ઉત્તર પ્રદેશના ડિબડીબા વિસ્તારમાં એક ખાલી પ્લોટમાંથી મળી આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. રાજસ્થાનના જોધપુરથી ધરપકડ કરાયેલો આરોપી ઉત્તર પ્રદેશના બરેલીનો મજૂર છે. રિપોર્ટ્સ અનુસાર, આરોપી ધર્મેન્દ્ર નર્સને ઝાડીઓમાં લઈ ગયો જ્યાં તેણે પહેલા તેની સાથે દુષ્કર્મ કર્યો. ત્યારબાદ તેણીનું ગળું દબાવી હત્યા કરી હતી અને તેણીના દાગીનાની લૂંટ કરીને ભાગી ગયો હતો.

પોલીસે આરોપીને શોધી કાઢ્યો હતો

પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરી જેમાં પીડિતા રૂદ્રપુરના ઈન્દ્ર ચોકથી ટેમ્પોમાં જતી જોવા મળી હતી. પોલીસે પીડિતાના ચોરાયેલા મોબાઈલ ફોનને ટ્રેસ કર્યો જેના કારણે તેઓ ધર્મેન્દ્ર સુધી પહોંચ્યા.

આરોપીએ તેની નિર્દયતા વ્યક્ત કરી

પૂછપરછ દરમિયાન, આરોપીએ ખુલાસો કર્યો હતો કે નર્સ જ્યારે કાશીપુર રોડ પરના બસુંધરા એપાર્ટમેન્ટમાં હતી ત્યારે તેણે લૂંટના ઈરાદાથી તેના પર હુમલો કર્યો હતો. આ પછી તે તેને ખાલી પ્લોટમાં લઈ ગયો. તેના પર દુષ્કર્મ કર્યુ અને તેનું ગળું દબાવ્યું. તેની હત્યા કર્યા બાદ આરોપી તેના પર્સમાં રાખેલા પૈસા અને દાગીના લઈને ફરાર થઈ ગયો હતો.

Read More

Trending Video