Uttarakhand:રૂદ્રપ્રયાગમાં ભૂસ્ખલનને કારણે મોટી દુર્ઘટના, કાટમાળમાં દટાતા 4 લોકોના મોત

August 23, 2024

Uttarakhand landslide :  ઉત્તરાખંડમાં (uttarakhand) પર્વતીય વિસ્તારોમાં વરસાદ આફત બની રહ્યો છે. ઘણી જગ્યાએ ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે નુકસાન થયું છે. કેદારનાથ  (kedarnath)રોડ પર પણ સ્થિતિ ખરાબ છે. ઉલ્લેખનીય છે કે,  31મી જુલાઈના ભારે વરસાદ બાદ આ રોડને સરળ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આ દરમિયાન ગત શુક્રવારે મોડી રાત્રે ફરી એકવાર કેદારનાથ રોડ પર ફાટા પાસે અકસ્માત સર્જાયો હતો. મુશળધાર વરસાદને કારણે ફાટાના ખાટ ગડેરે પાસે મોટો કાટમાળ પડ્યો, જેના કારણે ચાર લોકો કાટમાળ નીચે દટાયા. કાટમાળ નીચે ચાર મજૂરો દટાયા હોવાની માહિતી મળતા જ SDRF રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. રેસ્ક્યુ ટીમને પણ ઘણી જહેમત બાદ કાટમાળમાંથી 4 મૃતદેહોને બહાર કાઢ્યા હતા.

રુદ્રપ્રયાગમાંકાટમાળમાં દટાતા 4 લોકોના મોત

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં આવેલ ફાટા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ગત શુક્રવારે રાત્રે ફાટા હેલિપેડ નજીક ખાટ ગડેરા વિસ્તારમાં એક મોટો અકસ્માત થયો હતો જેમાં ચાર લોકો કાટમાળ નીચે દટાયા હતા.આ અંગે માહિતી મળતાં જ SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને રાહત કાર્ય શરૂ કર્યું. ઘટનાસ્થળે પહોંચેલી ટીમને જાણવા મળ્યું કે ભારે વરસાદને કારણે જેસીબી મશીન ત્યાં પહોંચવું શક્ય નથી.જેથી એસડીઆરએફના જવાનોએ જાતે જ ખોદકામ કરીને બચાવ કામગીરી શરૂ કરી હતી. SDRF, ઉત્તરાખંડ પોલીસની ટીમે કાટમાળમાંથી 4 મૃતદેહોને બહાર કાઢીને જિલ્લા પોલીસને સોંપ્યા હતા. ચારેયનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. તે તમામની ઓળખ થઈ ગઈ છે.આ ચારેય નેપાળના રહેવાસી હતા.

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારીએ માહિતી આપી

જિલ્લા આપત્તિ પ્રબંધન અધિકારી નંદન સિંહ રાજવારે જણાવ્યું હતું કે ગુરુવારે બપોરે 1.20 વાગ્યે ફાંટા હેલિપેડ નજીક ખાટ ગડેરા પાસે 4 લોકો કાટમાળમાં ફસાયા હોવાની માહિતી મળી હતી. આના પર રેસ્ક્યુ ટીમને સ્થળ પર મોકલવામાં આવી હતી. રેસ્ક્યુ ટીમે તમામ લોકોને મૃત હાલતમાં શોધી કાઢ્યા હતા.તેમણે કહ્યું કે, મૃત્યુ પામેલા તમામ લોકો નેપાળી નાગરિક હતા. DDRFની ટીમ તેમના મૃતદેહને રૂદ્રપ્રયાગ લાવી રહી છે.

આ પણ વાંચો : Gujarat Police: PSIમાંથી બઢતી થયેલ 234 PIની બદલી, જુઓ સંપૂર્ણ યાદી

Read More

Trending Video